Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટ શહેરના કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં થયેલ હત્યાના ગુનામાં દંપતિ સહિત ત્રણને અદાલતે આજીવન કેદની સજા ફટકારી છે. પૈસાની લેતી-દેતીમાં સુલતાન કેશુ ગામેતીની છરીના ઘા ઝીંકી હત્યા કરાઈ હતી. આ સાથે ત્રણેય આરોપી ઇમરાન કરીમભાઈ મદમ, અશોક મનસુખ કુવાડિયા અને રંજન અશોક કુવાડિયાને કોર્ટે દંડ પણ ફટકાર્યો છે.

પૈસા માંગતા મળવા બોલાવ્યો
રાજકોટ શહેરના કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં આવેલા પંડિત દિનદયાળનગરમાં રહેતા સંગીતાબેન હરીશભાઈ કારીયા કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં આવેલા મહમદીબાગમાં રહેતા ઇમરાન કરીમભાઈ મદમ પાસે રૂપિયા માંગતા હતા. સંગીતાબેન કારીયાએ રૂપિયાની ઉઘરાણી કરતા ઇમરાને કોઠારીયા રોડ ઉપર ગુજરાત હાઉસિંગના ક્વાર્ટરની સામે બગીચા પાસે રોડ પર બોલાવ્યા હતા. સંગીતાબેન સાથે સુલતાન ગામેતી, દિલાવરભાઈ અને વિશાલભાઈ પણ ગયા હતા.

સારવારમાં મોત થતાં 302ની કલમ ઉમેરાઈ
ઇમરાન, રંજનબેન અને તેના પતિ અશોકભાઈ ત્યાં હાજર હતા. સંગીતાબેને ઇમરાન પાસે પૈસા માંગતા ઇમરાન અને રંજનબેને ગાળો ભાંડી ઢીકાપાટુનો માર માર્યો હતો. તે દરમિયાન સુલતાન, દિલાવર અને વિશાલ છોડાવવા વચ્ચે પડ્યા હતા. તે દરમિયાન ઈમરાને છરી વડે હુમલો કરી સુલતાનને છરીનો ઘા ઝીંકી દીધો હતો. જેથી ગંભીર રીતે ઘવાયેલા સુલતાનને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જે અંગે સંગીતાબેન કારીયાએ આજીડેમ પોલીસમાં ફરિયાદ આપતા આઇપીસી 326, 323, 504, 114 વગેરે મુજબ ગુનો નોંધાયો હતો. દરમિયાન સારવારમાં સુલતાનનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો અને આઇપીસી 302ની કલમ ઉમેરાઈ હતી.