Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

સુપ્રીમ કોર્ટે સોમવારે (15 એપ્રિલ) એલ્ગાર પરિષદ-માઓવાદી લિંક કેસમાં કાર્યકર્તા જ્યોતિ જગતાપની મુખ્ય જામીન અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. જસ્ટિસ એમએમ સુંદરેશ અને જસ્ટિસ અરવિંદ કુમારની ખંડપીઠે કહ્યું કે અમે વચગાળાના જામીન આપવા ઈચ્છતા નથી.


હકીકતમાં 17 ઓક્ટોબર, 2022 ના રોજ બોમ્બે હાઈકોર્ટે જ્યોતિ જગતાપની જામીન અરજી ફગાવી દીધી હતી. જગતાપે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટે કહ્યું કે, જગતાપ વિરુદ્ધ NIAનો કેસ પ્રથમ દૃષ્ટીએ સાચો લાગે છે. તે માઓવાદી સંગઠન દ્વારા ઘડવામાં આવેલા કાવતરામાં સામેલ હતી.

હાઈકોર્ટે કહ્યું હતું કે, જગતાપ કબીર કલા મંચ (KKM) જૂથના સક્રિય સભ્ય હતા, જેમણે 31 ડિસેમ્બર, 2017ના રોજ પુણેમાં એલ્ગાર પરિષદ કાર્યક્રમમાં તેમના નાટક દરમિયાન ભડકાઉ સૂત્રોચ્ચાર કર્યા હતા. જગતાપની સપ્ટેમ્બર 2020માં ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તે મુંબઈની ભાયખલા મહિલા જેલમાં બંધ છે.

તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, એલ્ગાર પરિષદના સંમેલનમાં આપવામાં આવેલા ઉશ્કેરણીજનક ભાષણને કારણે 1 જાન્યુઆરી, 2018ના રોજ પુણેના કોરેગાંવ-ભીમામાં હિંસા ફાટી નીકળી હતી. આ પછી જગતાપ વિરુદ્ધ ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ (UAPA) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.