ઑક્ટોબર એટલે કે તહેવારોના મહિના દરમિયાન ક્રેડિટ કાર્ડ યૂઝર્સના મામલે SBI કાર્ડ્સનો માર્કેટમાં દબદબો જોવા મળ્યો છે. એસબીઆઇ કાર્ડનું પરફોર્મન્સ HDFC બેન્ક કરતાં પણ નોંધપાત્ર રહ્યું છે. SBI કાર્ડે નવા 3.40 લાખ ગ્રાહકો ઉમેર્યા છે. જ્યારે HDFC બેન્ક જે અત્યારે પણ દેશમાં સેગમેન્ટ લીડર છે, પરંતુ ઑક્ટોબરમાં 2.20 લાખથી ઓછા નવા ગ્રાહક જોડીને યાદીમાં ચોથા ક્રમાંકે રહ્યું છે.
એક્સિસ બેન્ક 2.60 લાખ અને ICICI બેન્ક 2.20 લાખથી વધુ ગ્રાહકોને ઉમેરીને બીજા અને ત્રીજા ક્રમાંકે રહ્યાં છે. આ બંને બેન્કો દેશમાં સૌથી વધુ ક્રેડિટકાર્ડ ધારકોને ઉમેરવામાં HDFC બેન્કને પણ માત આપી છે.
કુલ ક્રેડિટ કાર્ડ્સની દૃષ્ટિએ HDFC બેન્ક 1.65 કરોડ ક્રેડિટ કાર્ડની સાથે માર્કેટમાં લીડર છે. ત્યારબાદ 1.51 કરોડ ક્રેડિટ કાર્ડની સાથે SBI બીજા ક્રમે અને 1.35 કરોડ કાર્ડ્સ સાથે ICICI બેન્ક ત્રીજા સ્થાન પર છે. જ્યારે, 90 લાખ ક્રેડિટ કાર્ડ્સ સાથે એક્સિસ બેન્ક વધુ એક મોટી ક્રેડિટ કાર્ડ પ્લેયર છે.
HDFC બેન્કનું માર્કેટ શેર 12 મહિનામાં 2.16% ઘટ્યું: IDBI કેપિટલના એક વિશ્લેષણ અનુસાર, HDFC બેન્કના માર્કેટ શેરમાં છેલ્લા 12 મહિના દરમિયાન 2.16%નો ઘટાડો થયો છે. જ્યારે, સમાન સમયગાળામાં કોટક મહિન્દ્રા બેન્કનું માર્કેટ શેર 1.80% વધ્યો છે.