વડોદરા શહેરના હરણી ખાતે આવેલા મોટનાથ તળાવ પાસે ક્ષમતા કરતા વધુ બાળકોને બોટમાં બેસાડી તળાવનો રાઉન્ડ મારવામાં આવતા એકાએક બોટ પલટી અને શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ તળાવમાં ડૂબતા 13 બાળકો અને 2 ટીચરો મોતને ભેંટ્યા છે. હાલ પોસ્ટમોર્ટમ રુમની બહાર પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું છે ત્યારે આ દુર્ઘટના પહેલા પિકનિક માટેની તૈયારી કરતા બાળકો અને શિક્ષકોનાં દ્રશ્યો સામે આવ્યા છે.
બાળકો પિકનિકમાં જવા માટે ઉત્સાહિત હતા
પિકનિકમાં જવા માટે શાળાના ઓટલા પર બાળકો બેગ પહેરીને એક લાઈનમાં બેસી ગયા હતા. આ તમામ બાળકોને શિક્ષકો સૂચન આપી રહ્યા હતા. એક-એક કરીને બાળકોએ પાછળની તરફ પોતાના બેગ મૂકી દીધા હતા ને અમુક બાળકો ફરી ઓટલાની ફરતે લાઈનમાં બેસી ગયા હતા તો અમુક બાળકો પાછળની તરફ ઊભા હતા. આ સિવાયના અમુક બાળકો ટાયર પર બેસીને રમત કરી રહ્યા હતા. આ બધા જ બાળકોને ત્રણ શિક્ષકો સંભાળી રહ્યા હતા, જેમાં એક મહિલા શિક્ષક અને બે પુરુષો હતા. બાળકો શિક્ષકોના સૂચનો સાંભળી રહ્યા હતા. એક બાળક બાથરુમ જવા માટે રડી રહ્યો હતો અને શિક્ષક તેને પકડીને બાથરુમ લઈ જઈ રહ્યા હતા. તમામ બાળકો પિકનિકમાં જવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા.
વડોદરાના આજવા રોડ ઉપર રહેતી 8 વર્ષ અને બીજા ધોરણમાં અભ્યાસ કરતી બાળકી નેન્સીની માતા નિરાલીબેન માછીએ જણાવ્યું હતું કે, સવારે 8 વાગ્યે પિકનિક હરણી વોટર પાર્ક અને તળાવ ખાતે પિકનિક લઈ ગયા હતા.