આસામની શાસક ભાજપ સરકારની સહયોગી પાર્ટી બોડોલૅન્ડ યુનાઇટેડ પીપલ્સ પાર્ટી લિબરલ (યુપીપીએલ)ના ઓડાલગુરી જિલ્લાની ગ્રામ પરિષદ વિકાસ સમિતિના અધ્યક્ષ અને સ્થાનિક નેતા બેન્જામિન બાસુમતારીની એક તસવીરે બુધવારે વિવાદ સર્જ્યો છે.
તસવીરમાં બાસુમતારી 500-500ની ચલણી નોટોની થોકડીઓ વચ્ચે સૂતેલા જોવા મળી રહ્યા છે. બાસુમતારી પર પીએમ આવાસ યોજનામાં ગરીબો પાસેથી રૂપિયા લઈને ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આરોપ છે.