અમેરિકાના મિયામી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાની થોડી જ મિનિટોમાં એક વિમાનમાં આગ લાગી હતી. આ ઘટના ગુરુવારે રાત્રે બની હતી. આ પ્લેન એટલાસ એરલાઈન્સનું બોઈંગ 747-8 હતું.
પાઇલટે તરત જ એરપોર્ટ પર પાછા ફરવાનું અને લેન્ડ કરવાનું નક્કી કર્યું. આ માહિતી એર ટ્રાફિક કંટ્રોલર (ATC)ને આપવામાં આવી હતી. બાદમાં આ પ્લેન લેન્ડ થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર- તે એક કાર્ગો એરક્રાફ્ટ હતું.
પાછળના ભાગમાં આગ લાગી
એર ટ્રાવેલ મોનિટરિંગ વેબસાઈટ 'એરલાઈવ'ના રિપોર્ટ અનુસાર, એટલાસ એરલાઈન્સના બોઈંગ 747-8એ ગુરુવારે રાત્રે મિયામી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. થોડીવાર પછી તે લગભગ 11 હજાર ફૂટની ઉંચાઈ પર હતું. દરમિયાન, તેના પાછળના ભાગમાંથી તણખા નીકળતા જોવા મળ્યા હતા. અંધારાને કારણે તે સ્પષ્ટ દેખાતું હતું.
એરપોર્ટ સ્ટાફે પણ આ જોયું. પાયલોટ પણ પરિસ્થિતિને સમજી ગયો હતો. આ પછી એરપોર્ટ કંટ્રોલર અને પાયલોટ વચ્ચે વાતચીત થઈ અને તરત જ લેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.