નેપાળના નવા વડાપ્રધાન કેપી શર્મા ઓલી તેમની પ્રથમ સત્તાવાર વિદેશ યાત્રા પર ચીન જઈ રહ્યા છે. કાઠમંડુ પોસ્ટના અહેવાલ મુજબ ચીનના વડાપ્રધાન લી કિઆંગે ઓલીને 2 થી 6 ડિસેમ્બર સુધી સત્તાવાર મુલાકાત માટે આમંત્રણ આપ્યું છે.
રિપોર્ટ અનુસાર, 5 નવેમ્બરે ચીનના રાજદૂતે નેપાળના વિદેશ સચિવ લમસલને આ આમંત્રણ આપ્યું હતું. નેપાળમાં એવી પરંપરા રહી છે કે જે નવા વડાપ્રધાન બને છે તે સૌથી પહેલા ભારતની મુલાકાત લે છે.
ઓલીના નજીકના સલાહકારોએ ધ કાઠમંડુ પોસ્ટને જણાવ્યું હતું કે, તેમને આશા હતી કે ભારત આ પરંપરા ચાલુ રાખશે, પરંતુ ચાર્જ સંભાળ્યાના ચાર મહિના પછી પણ ભારત તરફથી કોઈ ઔપચારિક આમંત્રણ મળ્યું નથી. સામાન્ય રીતે નેપાળના વડા પ્રધાન પદ સંભાળ્યા પછી તરત જ નવી દિલ્હીથી આમંત્રણ મેળવે છે.