Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

આ વર્ષના પ્રથમ નવ મહિનામાં 274 દિવસોમાંથી 255 દિવસોમાં દેશમાં ક્યાંકને ક્યાંક હવામાનની વિષમ ઘટનાઓ બની હતી. આનો અર્થ એ થયો કે કાં તો તીવ્ર ગરમી પડી કે ઠંડીનું મોજું ફરી વળ્યુ તથા ભારે વરસાદ અથવા તીવ્ર દુષ્કાળ અથવા તોફાન વગેરે આવ્યા હતા. જેના કારણે 3,238 લોકોના મોત થયા હતા. 32 લાખ હેક્ટરનો પાક નાશ પામ્યો હતો અને 2.36 લાખ મકાનો નાશ પામ્યા હતા.


ગયા વર્ષે સમાન સમયગાળા દરમિયાન, 235 વિષમ હવામાન ઘટનાઓમાં 2,923 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને 2022 માં, 241 વિષમ હવામાન ઘટનાઓમાં 2,755 લોકોએ જીવ ગુમાવ્યો હતો. મધ્યપ્રદેશમાં સૌથી વધુ 176 દિવસનું ભારે હવામાન (ખરાબ હવામાન) નોંધાયું હતું. કેરળમાં હવામાનના કારણે સૌથી વધુ 550 લોકોના મોત થયા છે. આંધ્રમાં સૌથી વધુ 85,806 મકાનોને નુકસાન થયું છે. મહારાષ્ટ્રમાં પાકને સૌથી વધુ નુકસાન થયું હતું, જે સમગ્ર દેશમાં પાકના કુલ નુકસાનમાં 60% હિસ્સો ધરાવે છે.

સેન્ટર ફૉર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટ (સીએસઈ)ના ‘સ્ટેટ ઑફ એક્સ્ટ્રીમ વેધર ઈન ઈન્ડિયા 2024’ રિપોર્ટમાં આ આંકડાઓ સામે આવ્યા છે. દેશના 27 રાજ્યોમાં ગત વર્ષની સરખામણીએ ખરાબ હવામાનની ઘટનાઓમાં વધારો થયો છે. યુપી, કર્ણાટક અને કેરળ એવા રાજ્યો હતા કે જ્યાં પાછલા વર્ષોની સરખામણીમાં ખરાબ હવામાનના દિવસોની સંખ્યામાં 40 દિવસથી વધુનો વધારો થયો છે. મધ્યપ્રદેશમાં ગત વર્ષની સરખામણીમાં આવા દિવસોમાં 38 દિવસનો વધારો થયો છે. સીએસઈના ડાયરેક્ટર જનરલ સુનીતા નારાયણે જણાવ્યું હતું કે જે ઘટનાઓ પહેલા સદીમાં એકવાર બનતી હતી તે હવે દર પાંચ વર્ષે બની રહી છે. તેમની ફ્રીક્વેન્સી દર વર્ષે વધી રહી છે. સમાજનો સૌથી સંવેદનશીલ વર્ગ આનાથી સૌથી વધુ તેમના જાન અને માલ-મિલકતને ગુમાવીને ભોગવે છે. રિપોર્ટ મુજબ, વર્ષમાં હીટવેવની 77 ઘટનાઓ બની હતી અને આ સતત ત્રીજું વર્ષ હતું, જ્યારે ઉનાળાની સીઝનમાં હીટવેવ 50 દિવસથી વધુ ચાલ્યો હતો.