ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન 2 દિવસની સરકારી મુલાકાતે ભારત આવ્યા છે. મેક્રોન દિલ્હી જવાને બદલે પેરિસથી સીધા જયપુર પહોંચી ગયા છે. અહીં આમેર કિલ્લામાં તેમનું રાજસ્થાની શૈલીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જયપુરના જંતર-મંતર પહોંચ્યા હતા. અહીં તેમણે મેક્રોનનું સ્વાગત કર્યું. બંને નેતાઓએ એકબીજાને ગળે લગાવ્યા. આ પછી તેઓ હવા મહેલની સામે ચા પીશે. રામબાગ હોટલમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા થશે. મેક્રોન રાત્રે દિલ્હી જવા રવાના થશે.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ અને પીએમ મોદી જયપુરના જંતર-મંતર પર મળ્યા હતા. પીએમ મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ અને તેમની સાથે આવેલા પ્રતિનિધિમંડળનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યું. બંને નેતાઓ થોડીવારમાં રોડ શો માટે રથમાં રવાના થશે.