જામનગરમાં યોજાઈ રહેલા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગમાં ફંકશનમાં હાજરી આપવા માટે દેશ-વિદેશની હસ્તીઓ જામનગર આવી ચૂકી છે. ફંકશનના પ્રથમ દિવસે મુકેશ અંબાણીએ વેલકમ સ્પીચ આપી તમામ મોંઘેરા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસના કાર્યક્રમમાં પોપસ્ટાર રિહાનાએ ધમાકેદાર પર્ફોમન્સ આપ્યું હતું. રિહાનાએ બોલિવુડ સોંગ પર ધમાકેદાર ડાન્સ કરી ઉપસ્થિત સૌ કોઈના દિલ જીતી લીધા હતા.પ્રથમ દિવસે યોજાઈ રહેલી કોકટેલ પાર્ટીમાં દિપીકા-રણવીર બ્લેક એન્ડ વ્હાઈટ લૂકમાં જોવા મળ્યા હતા.
મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ ફંકશન યોજાઈ રહ્યું છે. આ ફંકશનમાં હાજરી આપવા માટે દેશ-વિદેશના મહાનુભાવો જામનગરના મહેમાન બન્યા છે. આજથી શરૂ થયેલા પ્રી-વેડિંગ ફંકશનમાં મુકેશ અંબાણીએ વેલકમ સ્પીચ આપી તમામ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. મુકેશ અંબાણીની વેલકમ સ્પીચ દરમિયાન સ્ટેજ પર મુકેશ અંબાણી, નીતા અંબાણી અને રાધિકા મર્ચન્ટના પેરેન્ટ્સ જોવા મળ્યા હતા.