ભારતીય ટીમનો વિકેટકીપર રિષભ પંત ફરી ICC ટેસ્ટ રેન્કિંગમાં ટૉપ-10 બેટર્સમાં પરત ફર્યો છે. તે 12મા સ્થાનેથી નવમા સ્થાને પહોંચી ગયો છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT)ની સિડની ટેસ્ટમાં પંતે 40 અને 61 રનની ઇનિંગ્સ રમી હતી. આ કારણે તેની રેન્કિંગમાં સુધારો થયો છે.
આ યાદીમાં ભારતીય ટીમનો બીજો ઓપનર યશસ્વી જયસ્વાલ છે, જે ચોથા નંબર પર યથાવત છે. યશસ્વીએ BGTમાં એક સદી અને 2 અડધી સદી ફટકારી છે.
બોલરોની ટોપ-10 રેન્કિંગમાં બુમરાહ પ્રથમ સ્થાને છે. સ્પિનર રવીન્દ્ર જાડેજા 10મા સ્થાનેથી નવમા સ્થાને પહોંચી ગયો છે. 10માં નંબર પર ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર સ્કોટ બોલેન્ડ છે, જે અગાઉ 39માં નંબર પર હતો.
ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી સિડની ટેસ્ટમાં રિષભે બીજી ઇનિંગમાં બીજી સૌથી ઝડપી અડધી સદી ફટકારી હતી. તેણે 29 બોલમાં અડધી સદી ફટકારી હતી. પંતે 61 રનની ઇનિંગ રમી હતી. જેના કારણે તેને તેની રેન્કમાં 3 સ્થાનનો ફાયદો થયો છે. હવે તેના 739 રેટિંગ પોઈન્ટ છે.
સાઉથ આફ્રિકાના ટેસ્ટ કેપ્ટન ટેમ્બા બાવુમા ઓલ-ટાઇમ હાઈ રેટિંગ પર પહોંચી ગયા છે. તેને રેન્કિંગમાં 3 સ્થાનનો ઉછાળો મળ્યો છે. તે હવે 769 રેટિંગ પોઈન્ટ સાથે નંબર-6 પર પહોંચવામાં સફળ રહ્યો છે. બાવુમાની આગેવાની હેઠળ જ સાઉથ આફ્રિકાએ પાકિસ્તાનને સતત બે ટેસ્ટ મેચમાં હરાવ્યું અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું.