Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ પાસે ચોરીની શંકાએ ચોટીલાના યુવાનનું અપહરણ કરાયા બાદ તેની હત્યા કરવામાં આવી છે. ત્યારે આટકોટ પોલીસે હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. જેમાં પોલીસે પેટ્રોલ પંપ અને હોટલ સંચાલક સહિત 7 શખસોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોટા દડવા પાસે યુવાનની લાશ મળી
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટના મોટા દડવા પાસે અજાણ્‍યા યુવાનની લાશ મળી આવી હતી. મૃતક યુવાન મયંક સુરેશભાઇ કુબાવત (ઉ.વ.30) રહે. મુળ ભાડલા, હાલ થાન રોડ, ચોટીલા વાળાની હોવાનું સામે આવ્યું હતું. જે બાદ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ કરતા મૃતક યુવાન મયંક કુબાવતને ચોરીની શંકાએ હોટલ સંચાલક અક્ષય મનાભાઇ અમર તથા પેટ્રોલ પંપ સંચાલક જયરાજ પ્રભાતભાઇ રાઠોડ અને તેના સાગરીતોએ મોતને ઘાટ ઉતાર્યાનું સામે આવ્યું હતું.

પોલીસે હાલ હોટલ સંચાલક અક્ષય મનાભાઇ અમર તથા પેટ્રોલ પંપ સંચાલક જયરાજ પ્રભાતભાઇ રાઠોડ અને તેના સાગ્રીતો નવઘણ પુંજાભાઇ ઓડેદરા, દિલીપ માલદેભાઇ ખુંટી, દિવ્‍યેશ બીપીનભાઇ અજાણી, ચેતન ધનસુખભાઇ ધ્રાણા, ભાવેશ પ્રભાતભાઇ રાઠોડને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપીઓ પાસેથી અપહરણ અને હત્‍યામાં વપરાયેલ બાઇક, લાકડાના ધોકા, પાઇપ, મીલરનો બેલ્‍ટ કબ્‍જે કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.