શહેરના માધાપર ચોકડી પાસે આવેલી બેકબોન રેસિડેન્સીમાં રહેતા મિહિર કિશોરભાઇ શુક્લા નામના 40 વર્ષના યુવાને મંગળવારે સવારે 80 ફૂટ રોડ, નટેશ્વર મહાદેવ મંદિર નજીક ઝેરી ટીકડીઓ ખાઇ લીધી હતી. ઝેરી ટીકડીઓ ખાઇ લીધા બાદ મોટાભાઇ મલ્હારને ફોન કરી જાણ કરી હતી. મિહિરને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ મિહિરને સારવાર મળે તે પહેલા તેને દમ તોડી દીધો હતો. બનાવની જાણ થતા ભક્તિનગર પોલીસ હોસ્પિટલ દોડી આવી હતી. તપાસમાં મૃતક બે ભાઇમાં નાનો અને અપરિણીત હતો. મિહિર પીપર-બિસ્કિટની એજન્સીમાં નોકરી કરતો હતો. છેલ્લા કેટલાક સમયથી આર્થિક ભીંસ અનુભવતો હોય અને દેણું થઇ ગયું હોય કંટાળીને પગલું ભર્યાનું મોટાભાઇ મલ્હારે પોલીસને જણાવ્યું છે.