દેશમાં મ્યુચ્યુઅલ ફંડની સ્પોન્સર બેંકોનું કમિશન ફંડની વૃદ્ધિ કરતાં વધુ વધ્યું છે. ટોચના-3 મ્યુચ્યુઅલ ફંડ્સે માર્ચ 2022-23માં પૂરા થતા નાણાકીય વર્ષમાં બેન્કોને સ્પોન્સર કરવા માટે એક વર્ષ અગાઉ કરતાં 10-18% વધુ કમિશન ચૂકવ્યું હતું. તેનું મુખ્ય કારણ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (SIPs) દ્વારા મ્યુચ્યુઅલ ફંડના એસેટ અંડર મેનેજમેન્ટ (AUM)માં વિતરકોના હિસ્સામાં વધારો કરવાનો રહ્યો છે.
ટોચના-3 ફંડ હાઉસના કમિશન ડિસ્ક્લોઝર રિપોર્ટ્સ અનુસાર, એસબીઆઇ મ્યુ.ફંડ્સે સ્પોન્સર બેંકને કમિશન તરીકે રૂ.1675 કરોડ ચૂકવ્યા હતા.વાર્ષિક ધોરણે આ 18% વધુ છે. એ જ રીતે HDFC MFએ તેની સ્પોન્સર બેંકોને કમિશન તરીકે 10% અને 15% વધુ ચૂકવ્યા હતા. મહત્વની વાત એ છે કે કમિશનમાં 10-18%નો વધારો ફંડ હાઉસની AUM વૃદ્ધિ કરતાં વધુ છે. નાણાકીય વર્ષ 2022-23માં, SBI MFની AUM 11% વધી. એ જ રીતે, ICICI પ્રુડેન્શિયલ અને HDFC MF એ ગયા નાણાકીય વર્ષમાં AUM 4-6% વધ્યો હતો.
બેંકો પર રોકાણકારોના વિશ્વાસની અસર પોઝિટિવ રહેતા ટ્રેન્ડ મજબૂત
ગ્રાહકની બેંકોમાં પહોંચ અને વિશ્વાસને જોતાં બેંકિંગ ચેનલએ ફંડ હાઉસ માટે રોકાણકારોનો મુખ્ય સ્ત્રોત બની રહી છે. જોકે સ્પોન્સર બેંકો તેમના સહયોગી MFs માટે સૌથી વધુ બિઝનેસ લાવે છે, તેઓ અન્ય ફંડ હાઉસ માટે પણ ટોચના ડિસ્ટ્રીબ્યુટર્સ તરીકે ચાલુ રહે છે. દાખલા તરીકે, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક...
દેશના અગ્રણી નોન-બેન્કિંગ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર્સ
એનજે ઇન્ડિયા ઇનવેસ્ટ, પ્રુડન્ટ કોર્પોરેટ એડવાઈઝરી અને આનંદ રાઠી વેલ્થ કેટલાક અગ્રણી નોન-બેંકિંગ ડિસ્ટ્રીબ્યુટર્સ છે. તેઓ ટોચના ડિસ્ટ્રીબ્યુટર્સની યાદીમાં સામેલ છે. એનજે ઇન્ડિયા ઇનવેસ્ટ અને પ્રુડન્ટ કોર્પોરેટ એડવાઇઝરી MFsના વિતરણ માટે સબ-બ્રોકિંગ મોડલ પર કામ કરે છે.