Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

વૈશ્વિક સ્તરે ફુગાવો સતત વધી રહ્યો છે જેના કારણે માગમાં ઘટાડો જોવા મળ્યો છે તેની સીધી અસર સર્વિસ ઈન્ડસ્ટ્રી પર જોવા મળી છે. ઉત્પાદન ક્ષમતા ઘીમી પડી છે. સપ્ટેમ્બરમાં દેશની સર્વિસ ઈન્ડસ્ટ્રીનો ગ્રોથ છ માસના તળિયે પહોંચ્યો છે. S&P ગ્લોબલ ઈન્ડિયાનો સર્વિસ પીએમઆઈ ઓગસ્ટમાં 57.2 પોઈન્ટથી ઘટી સપ્ટેમ્બરમાં 54.3 નોંધાયો છે. જોકે સતત 14માં મહિને સર્વિસ પીએમઆઈ 50થી વધુ નોંધાયો છે.


સર્વિસ સેક્ટરનો PMI 50થી વધુ હોય તો પોઝિટીવ ટ્રેન્ડ દર્શાવે છે જ્યારે 50થી નીચે સંકોચન સૂચવે છે. ઓક્ટબર 2016 બાદ સતત 14 માસ સુધી સર્વિસ પીએમઆઈ 50થી વધુ રહ્યો છે. સપ્ટેમ્બરમાં આંતરરાષ્ટ્રીય ઓર્ડરમાં ઘટાડો થવા ઉપરાંત નબળી માંગથી સર્વિસ સેક્ટરના વેચાણો ઘટ્યા હતા. એનર્જી, ખાણી-પીણી, શ્રમ અને સામગ્રીના ખર્ચમાં વધારો થવાને કારણે સેવા પ્રદાતાનો સપ્ટેમ્બર દરમિયાન સંચાલન ખર્ચ વધ્યો હતો.

ફુગાવોમાં વધારો ગ્રાહકોના ખર્ચને નુકસાન પહોંચાડી શકે છે, બિઝનેસ સેન્ટિમેન્ટમાં ઘટાડો કરી શકે છે અને આગામી મહિનાઓમાં ભારતીય સેવા ક્ષેત્રની સ્થિતિસ્થાપકતાની કસોટી કરી શકે છે. ચલણની અસ્થિરતા ફુગાવાની નવી ચિંતાઓ ઊભી કરે છે કારણ કે આયાતી વસ્તુઓ વધુ મોંઘી બનતી જાય છે, અને આરબીઆઈ રૂપિયાને બચાવવા અને કિંમતના દબાણને કાબૂમાં રાખવા વ્યાજ દરોમાં વધારો કરવાનું ચાલુ રાખશે. જેની અસર જોવા મળશે. મે મહિનાથી વ્યાજ દરોમાં 190 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે.