અમેરિકામાં વધતી જતી હિંસાની શ્વેત અને અશ્વેત લોકો પર થઇ રહેલી અસરને લઇને જામામાં એક અભ્યાસનાં તારણ પ્રકાશિત કરવામાં આવ્યા છે. અભ્યાસનાં તારણોએ હિંસક ઘટનાઓ બાદ પોતાના અને પોતાના પરિવારના ભવિષ્યની પરિભાષા કરવાની આપણી સામાન્ય માનવીય પ્રવૃત્તિઓને દર્શાવી છે. એવી ઘટનાઓ લોકોના દ્રષ્ટિકોણને બદલી નાંખે છે.
આ આરોગ્યને પણ માઠી રીતે અસર કરે છે. અભ્યાસના સહ-લેખક અને યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયાના પ્રોફેસર ડૉ. અથિન્દર વેંકટરામણી કહે છે કે આવી ઘટનાઓ લોકોમાં વધુ પડતી સતર્કતા, ચિંતા અને તણાવ વધારે છે. તેની અસર એ લોકો અથવા સમુદાયો પર વધુ જોવા મળી છે જે ખાસ કરીને કેન્દ્રિત છે. ઊંઘ આરોગ્યના એ પાસાઓ પૈકી એક છે જે આ હિંસક ઘટનાઓનો સામનો કરવામાં ખૂબ જ શાનદાર રીતે કામ કરે છે.
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે અશ્વેત લોકો લાંબા સમયથી હિંસાનો સામનો કરી રહ્યા છે. હિંસાને કારણે અશ્વેત લોકો શ્વેત લોકો કરતાં ઓછા સમય સુધી ઊંઘ લઇ રહ્યા છે. રાષ્ટ્રીય સ્તરના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે હત્યાના કેટલાક મહિના બાદ પણ અશ્વેત લોકોની સાત કલાકથી ઓછા સમય સુધી ઊંઘવાની સંભાવના 4.6 ટકા અને છ કલાક કરતાં પણ ઓછા સમય ઊંઘવાની શક્યતા 11.4 ટકા હતી. આ અભ્યાસમાં લગભગ 1.9 લાખ અશ્વેત લોકો અને લગભગ 18.5 લાખ શ્વેત લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. કોઈ પણ સંજોગોમાં સંશોધકોને શ્વેત લોકોની ઊંઘ પર કોઈ નોંધપાત્ર અસર જોવા મળી નથી.