Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દેશની અગ્રણી સ્માર્ટ ઇલેક્ટ્રિક સ્કૂટર કંપની એથર એનર્જીએ ગૂગલ વેક્ટર મેપ ધરાવતું દુનિયાનું પહેલું ઇ-સ્કૂટર લોન્ચ કર્યું છે. એથર કમ્યુનિટી ડે દરમિયના કંપનીએ એથરસ્ટેક-5.0 અંતર્ગત એથર 450 સીરિઝના સ્કૂટર્સમાં સોફ્ટવેર અપડેટની જાહેરાત કરી છે. આ ઇવેન્ટ દરમિયાન એથર સ્કૂટર્સના ચાર નવા રંગ કોસ્મિક બ્લેક, સાલ્ટ ગ્રીન, ટ્રૂ રેડ અને લ્યૂનર ગ્રેનું લોન્ચિંગ કર્યું હતું.


કમ્યુનિટી ડે દરમિયાન એથર એનર્જીના સહ-સ્થાપક અને CEO તરુણ મહેતાએ જણાવ્યું હતું કે કંપનીના નવા ઉપરાંત જૂના ગ્રાહકોને પણ આ નવા ફીચર્સનો ફાયદો મળશે. નવા યૂઝર ઇન્ટરફેસના કેટલાક ફીચર્સ એવા પણ છે જે મોંઘી લક્ઝરી કારોમાં પણ ઉપલબ્ધ નથી. આ ઇન્ડસ્ટ્રીમાં એક અલગ જ પહેલ છે.

એથર એનર્જીના ચીફ બિઝનેસ ઓફિસર રવનીત એસ ફોકેલાએ જણાવ્યું કે એથરના ગ્રાહકોનો ભરોસો જ કંપનીની સૌથી મોટી મૂડી છે. ગત વર્ષ એથર માટે ઉપલબ્ધિઓથી ભરપૂર રહ્યું હતું. આ દરમિયાન કંપનીએ 59,123 સ્કૂટરનું વેચાણ કર્યું હતું. 2023માં કંપનીના આઉટલેટની સંખ્યા 56થી વધીને 120 કરવાની યોજના છે. કંપની પાસે 900 ફાસ્ટ ચાર્જીંગ સ્ટેશનનું દેશનું સૌથી મોટું નેટવર્ક છે. આ વર્ષના અંત સુધીમાં તેની સંખ્યા 1300થી વધુ થશે.