શ્રીહરિકોટામાં સતીષ ધવન અંતરીક્ષ કેન્દ્ર વધુ એક ઇતિહાસ રચવા જઈ રહ્યું છે. ચેન્નાઈની સ્પેસ-ટૅક્ સ્ટાર્ટઅપ અગ્નિકુલ કોસમૉસ દેશના પ્રથમ ખાનગી લોન્ચપેડ પરથી પ્રક્ષેપણ માટે તૈયાર છે. આ દેશનું બીજું ખાનગી રોકેટ લોન્ચ થશે. અગ્નિકુલના સહસંસ્થાપક અને સીઈઓ શ્રીનાથ રવિચન્દ્રને જણાવ્યું કે પરવાનગી મળી જશે તો ‘અગ્નિબાણ’ આ જ નાણાકીય વર્ષમાં શ્રીહરિકોટાથી લોન્ચ કરાશે.
અગ્નિબાણ વિશે એ બધું જ જે તમે જાણવા માગો છો
બે તબક્કાવાળું પ્રક્ષેપણ યાન, જે 100 કિલોના પેલોડ સાથે પૃથ્વીની નીચલી કક્ષામાં 700 કિમી દૂર સુધી જવા સક્ષમ છે.
તેમાં જગતનું પ્રથમ ‘સિંગલ પીસ’ 3ડી પ્રિન્ટેડ એન્જિન છે, તેની ડિઝાઇન અને નિર્માણ ભારતમાં થયું છે.
આ પ્રક્ષેપણ યાનમાં પ્લગ એન્ડ પ્લે એન્જિન કન્ફિગરેશન છે. તેનાથી એ મિશનની જરૂરિયાત પ્રમાણે ફેરફાર કરી શકે છે.
સ્કાયરૂટથી વિપરીત અગ્નિકુલ સાઉન્ડિંગ રોકેટની જેમ ઉડાન નહીં ભરે. ઉપરી વાયુમંડળના ક્ષેત્રોની તપાસ માટે સાઉન્ડિંગ રોકેટનો ઉપયોગ કરવામાં આવે છે.
એ ઑર્બિટલ શ્રેણીના પ્રક્ષેપણ યાનની જેમ નિયંત્રિત ઉડાન ભરશે.
એ પીએસએલવી લોન્ચની જેમ સીધી ઉડાન પછી નિશ્ચિત માર્ગ પર આગળ વધશે.