માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર (Twitter) પર ગોલ્ડન ટિક (વેરિફાઈડ ચેક માર્ક) માટે કંપનીઓએ દર મહિને 1 હજાર ડોલર એટલે કે, 82 હજાર ચૂકવવા પડશે. ફક્ત એટલુ જ નહી પણ કંપનીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ સાથે જોડાયેલા બીજા એકાઉન્ટ્સ માટે પણ 50 ડોલર એટલે કે 4 હજાર રુપિયા વધારાનાં ચાર્જીસ ચૂકવવા પડશે.
ટ્વિટરે એ પણ કહ્યુ છે કે, 1 એપ્રિલથી તે પોતાના લિગસી વેરિફિકેશન પ્રોગ્રામને ‘ખત્તમ’ કરવાનું શરુ કરી દેશે. આ પ્રોગ્રામ અંતર્ગત કંપની યૂઝર્સનાં એકાઉન્ટમાંથી બ્લૂ ટિક હટાવવાનું દૂર કરી દેશે. તેની સીધી જ અસર યૂઝરનાં ખિસ્સા પર પડશે. જો કે, ફ્રી બ્લૂ ટિકનો યૂઝ કરતા યૂઝર્સ પૈસા આપીને બ્લૂ ટિકની સેવા લે છે તો બ્લૂ ટિક તો બન્યુ રહેશે પણ લીગલી વેરિફાઈડનો ટેગ દૂર થઈ જશે.
ટ્વિટરે રેવેન્યૂ વધારવા માટે વેરિફિકેશન પ્રોગ્રામની જાહેરાત શુક્રવારના રોજ કરી હતી. કંપનીનાં CEO ઈલોન મસ્કે જાહેરાત કરી હતી કે, વેરિફાઈડ ઓર્ગેનાઈઝેશન સાથે જોડાયેલા કોઈપણ વ્યક્તિનું એકાઉન્ટ ઓટોમેટિક વેરિફાઈડ થઈ જશે.