Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દોડધામભર્યું જીવન, અસ્તવ્યસ્ત જીવનશૈલી, બેઠાડું જીવન અને પરંપરાગત ભોજનથી જોજનો દૂર થઈ જવાને કારણે 30થી વધુ વય ધરાવતા લોકોમાં મધુપ્રમેહનું જોખમ તોળાતું દેખાઈ રહ્યું છે. સતત બેઠાંબેઠાં કામ કરવું, મોબાઇલ ફોનનો ઉપયોગ કરવો, પિત્ઝા, બર્ગર, બ્રેડ, ફાસ્ટફૂડ ખાવું, માંસાહાર કરવાથી ડાયાબિટીસ લાગુ પડી રહ્યો છે.


રાજસ્થાનમાં કરાયેલા એક સરવેમાં આ વાત બહાર આવી છે. રાજસ્થાનની વસ્તીના પ્રમાણમાં 30 વર્ષથી વધુ ઉંમરના 2.98 કરોડમાંથી 58 લાખ લોકોને મધુપ્રમેહ છે. જયપુર પહેલા, જોધપુર બીજા અને અલવર ત્રીજા ક્રમે છે. નેશનલ ફેમિલી હેલ્થ સરવે-5 અનુસાર તાજેતરમાં જ જયપુરમાં યોજાયેલી રાષ્ટ્રીય સ્તરની કાર્યશાળામાં આ વિષે કરાયેલા મનોમંથનમાં આ વાત બહાર આવી હતી. તબીબોના કહેવા પ્રમાણે ડાયાબિટીસનાં મુખ્ય કારણો પૈકીનું એક તણાવ છે.

કેન્દ્ર સરકાર દ્વારા અમૃત મહોત્સવ કાર્યક્રમ હેઠળ રોડમેપ તૈયાર કરાઈ રહ્યો છે, જેમાં રાજ્યમાં 30 વર્ષથી વધુ ઉંમરના લોકો ડાયાબિટીસ અને હાઈપર ટેન્શનના દર્દીઓનું સૌપ્રથમ સ્ક્રીનિંગ અને સારવાર કરવાનો પ્રસ્તાવ છે. પ્રિવેલન્સ રેટ પ્રમાણે 80% કેસને વર્ષ 2025 સુધી સારવાર કરાવવાનો છે. એનપી-એનસીડી કાર્યક્રમ હેઠળ જિલ્લામાં ડાયાબિટીસની સર્વિસ ડિલિવરીમાં સુધારો લાવવા માટે કન્ટીનુઅમ ઑફ કેર એન્ડ ઇન્ટિગ્રેટેડ પીપલ-સેન્ટર્ડ સર્વિસ પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. ડાયાબિટીસની સાથે હાઈપર ટેન્શન થવાને કારણે નામ, સરનામું, ઉંમર, આખા દિવસનું ડાયેટ, પરિવારની કુંડળી વગેરે રેકોર્ડ રાખવામાં આ‌વશે.