RBIના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે પેટીએમ પેમેન્ટ્સ બેન્ક વિરુદ્ધ RBI દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં સમીક્ષાનો કોઇ અવકાશ નથી. બેન્કની કાર્યપદ્ધતિનું વ્યાપકપણે આકલન કર્યા બાદ જ તેની વિરુદ્ધ કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પેટીએમ પેમેન્ટ બેન્ક વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા RBIએ ગત 31 જાન્યુઆરીના રોજ તેને ડિપોઝિટ સ્વીકારવા પર અથવા કોઇપણ ગ્રાહક ખાતા, વોલેટ્સ, ફાસ્ટેગ અને અન્ય ઇન્સ્ટ્રુમેન્ટમાં 29 ફેબ્રુઆરી બાદ ડિપોઝિટ સ્વીકારવા પર રોક લગાવી હતી.
RBIના સેન્ટ્રલ બોર્ડ ઑફ ડિરેક્ટર્સની 606મી બેઠકને સંબોધતા દાસે જણાવ્યું હતું કે અત્યારે PPBL પરના નિર્ણય પર કોઇ સમીક્ષાનો અવકાશ નથી. જો તમે આ નિર્ણય પર સમીક્ષાની અપેક્ષા રાખો છો તો સ્પષ્ટપણે કોઇ સમીક્ષા કરવામાં આવશે નહીં. આ બેઠકને નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા સંબોધિત કરવામાં આવી હતી.