શાપર-વેરાવળમાં રહેતા માંગરોળ પંથકના યુવકે ઝેરી દવા પી લેતા તેને રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો હતો. માંગરોળના તલોદ ગામનો વતની અને રાવકીમાં રહેતા હિતેષ મુન્નાભાઇ ચુડાસમા (ઉ.વ.25)એ રવિવારે રાત્રે શાપરની સર્વોદય સોસાયટીના બસ સ્ટેશન પાસે ઝેરી દવા પી લેતા તેને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાંઆવ્યો હતો.
બનાવ અંગે પોલીસ સૂત્રોઅે જણાવ્યું હતું કે, હિતેષ બે ભાઇ અને ત્રણ બહેનમાં ત્રીજા નંબરનો છે અને તે કારખાનામાં કામ કરે છે. ત્રણ મહિના પૂર્વે હિતેષ એક યુવતીને ભગાડી ગયો હતો બાદમાં તે યુવતી પોતાના ઘરે જતી રહેતા હિતેષે આપઘાતની કોશિશકરી હતી.