Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

વિદેશમંત્રી એસ. જયશંકરે ચીન મામલે એલએસી અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ભારતે 2014થી ચીનનો મુકાબલો કરવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સૈન્ય તહેનાતમાં લગભગ 4 ગણો વધારો કર્યો છે. 2008 અને 2014ની વચ્ચે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર 3,000 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા, જ્યારે 2014 પછી 14,000 કરોડથી વધુનું નિર્માણ કરવામાં આવ્યું હતું.


ગાલવાનમાં ભારતીય સેના અને ચીની સેના વચ્ચેની અથડામણ પછી એલએસી પર સૈન્ય તહેનાતી અને પેટ્રોલિંગમાં વધારો કરાયો છે. જ્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આવતા મહિને G-20 સમિટમાં ભાગ લેવા આવી રહ્યા છે. ચીનનો ઇરાદો સરહદના મુદ્દાને બાજુ પર રાખીને સંબંધોને આગળ વધારવા પર છે. ભારત એ વાત પર અડગ છે કે જ્યાં સુધી સરહદ પર સ્થિતિ બહાલ નહીં થાય ત્યાં સુધી સંબંધોને સામાન્ય ગણી શકાય નહીં.