ઇન્ડોનેશિયામાં લોકશાહી અપનાવ્યાના લગભગ ત્રણ દાયકા પછી પણ ધનિક ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓ દેશના રાષ્ટ્રપતિને ચૂંટવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતા રહ્યા છે. વિશ્વની ત્રીજી સૌથી મોટી લોકશાહી હવે નવા નેતાની પસંદગી કરવા જઈ રહી છે. જોકે રાષ્ટ્રપતિ કોઈ પણ બને પરંતુ ધનિક વર્ગની જીત નિશ્ચિત છે.
જોકો વિડોડો 2014માં પ્રમુખ બન્યા ત્યારે કેટલાક વિશ્લેષકોને આશા હતી કે તેઓ આ સત્તા પ્રણાલીમાં પરિવર્તન લાવશે. જોકોએ 2019માં તેમના બીજા કાર્યકાળમાં અગ્રણી ઉદ્યોગપતિઓ અને વિરોધીઓને તેમની કેબિનેટમાં સામેલ કર્યા ત્યારે આ આશા ઠગારી નીવડી.
આ તમામ ધનિક ઉદ્યોગપતિઓ અને નીચલા ગૃહમાં પાંચમાંથી ચાર સાંસદોના સમર્થનથી જ જોકોવી સંસદમાં નવી નીતિઓ પસાર કરવામાં સફળ રહ્યા હતા. જેમાં 2045 સુધીમાં ઈન્ડોનેશિયાને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા માટે કરાયેલા સુધારાનો પણ સમાવેશ છે. ઉચ્ચ વર્ગ પોતાનો પ્રભાવ જાળવી રાખવામાં સફળ રહ્યો છે.
ઇન્ડોનેશિયાના સરમુખત્યાર સુહાર્તોની હકાલપટ્ટીનાં છ વર્ષ પછી પ્રથમ રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ હતી. આ સમયગાળા દરમિયાન રાષ્ટ્રપતિની ચૂંટણી સીધા ધારાશાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવતી હતી. આ પછી ખર્ચાળ ચૂંટણીપ્રચાર નવા ઉમેદવારો માટે અવરોધ બની ગયો. તેનાથી પણ મહત્ત્વનું બંધારણની જોગવાઈ છે.