Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

મ્યુચ્યુઅલ ફંડ એસઆઇપી નાના રિટેલ રોકાણકારો માટે નાની નિયમિત બચત કરવા તેમજ શેરમાર્કેટમાંથી ઊંચું રિટર્ન મેળવવા માટે એક લોકપ્રિય માધ્યમ બની ચૂક્યું છે. બેન્કોની ઇલેક્ટ્રૉનિક ક્લિયરિંગ સર્વિસ (ECS)/નેશનલ ઑટોમેટેડ ક્લિયરિંગ હાઉસ (NCH) બેન્ક ખાતામાંથી તેના માટે રકમ ઓટો ડેબિટ કરવા માટેની અનુમતિ આપે છે. પરંતુ જો રોકાણકાર બેન્ક ખાતામાં પર્યાપ્ત રકમ ન હોવાની સ્થિતિમાં SIPનું એક પણ પેમેન્ટ ચૂકી જાય તો આ સુવિધા પર વધુ પેનલ્ટી ચાર્જ પણ લાગે છે.


ECS/NACH એક નવું મિકેનિઝમ છે જેનો વારંવાર ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શન્સ માટે કરાય છે. ચાલો આ સમસ્યા અંગે ઉદાહરણથી સમજીએ. માની લો કે એક રિટેલ રોકાણકારે 500 રૂ.ની ચાર મ્યુચ્યુઅલ ફંડ એસઆઇપી લીધી છે. તેની રકમ ECS/NACH અથવા સ્ટેન્ડિંગ ઇંસ્ટ્રક્શન (એસઆઇ) મારફતે દર મહિને તેના બેન્ક ખાતામાંથી ઓટોમેટિક ડેબિટ થાય છે. જો ટ્રાન્ઝેક્શન્સના દિવસે બેન્ક ખાતમાં પર્યાપ્ત બેલેન્સ ન હોય, તો તેને પ્રત્યેક ફેલ થયેલા ટ્રાન્ઝેક્શન માટે કુલ 590 ની ચૂકવણી કરવી પડશે.