Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

PM સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ, 10 માર્ચ, 2025 સુધીમાં દેશભરમાં 10.09 લાખ ઘરોમાં સોલર પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે. રિએન્યુએબલ ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ તેમના X હેન્ડલ પર આ માહિતી આપી હતૂ. તેઓએ લખ્યું, ભારતે સોલર ઉર્જામાં એક ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. PM સૂર્ય ઘર મફત વીજળી યોજનાએ દેશભરમાં 10 લાખ ઘરોને સોલર ઉર્જાથી સશક્ત બનાવ્યા છે.


એક વર્ષ પહેલા 13 ફેબ્રુઆરી 2024ના રોજ, સરકારે 75,021 કરોડ રૂપિયાના બજેટ સાથે આ યોજના શરૂ કરી હતી. આ અંતર્ગત 1 કરોડ પરિવારોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે.

આ યોજના હેઠળ, છત ઉપર સોલાર પેનલ લગાવનારા એક કરોડ પરિવારો પણ વાર્ષિક 15 હજાર રૂપિયાની આવક મેળવે છે. આ યોજના માટે 1 કરોડથી વધુ લોકોએ અરજી કરી છે.

આ યોજના હેઠળ, દરેક પરિવાર માટે 2 કિલોવોટ સુધીના સોલાર પ્લાન્ટની કિંમતના 60% રકમ સબસિડી તરીકે તેમના ખાતામાં જમા કરવામાં આવશે. જો કોઈ 3 KW પ્લાન્ટ લગાવવા માંગે છે, તો તેને 1 KW પ્લાન્ટ પર વધારાની 40% સબસિડી મળશે.

૩ કિલોવોટનો પ્લાન્ટ લગાવવા માટે લગભગ 1.45 લાખ રૂપિયાનો ખર્ચ થશે. તેમાંથી સરકાર 78 હજાર રૂપિયાની સબસિડી આપશે. બાકીના 67,000 રૂપિયા માટે સરકારે સસ્તા બેંક લોનની વ્યવસ્થા કરી છે. બેંકો રેપો રેટ કરતાં ફક્ત 0.5% વધુ વ્યાજ વસૂલ કરી શકશે.