Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 


મેષઃ-

પોઝિટિવઃ- આજે જાહેર ક્ષેત્રોમાં પણ તમારો રસ રહેશે. તથા ભવિષ્યને લગતી મહત્ત્વપૂર્ણ યોજનાઓ પણ બનશે. સાથે જ કોઇ અનુભવી વ્યક્તિના માર્ગદર્સન દ્વારા તમે તમારા કામ તથા પોતાનામાં યોગ્ય સુધાર લાવી શકો છો.

નેગેટિવઃ- આર્થિક સ્થિતિને લઇને થોડી ચિંતા રહેશે, જલ્દી જ આ પરિસ્થિતિઓને નિયંત્રણમાં કરી લેશો. વધારે ખર્ચ પણ સામે આવી શકે છે. પોતાની ઇચ્છાપૂર્તિ માટે કોઇપણ પ્રકારનો ખતરો ઉઠાવશો નહીં.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં થોડા પડકારનો સામનો કરવો પડી શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે તાલમેલ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- કાર્યોમાં વિઘ્ન આવવાના કારણે તણાવ અને ચિંતા રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- તમારી દિનચર્યા ખૂબ જ વ્યસ્ત રહેશે અને તમને તેનુ પોઝિટિવ ફળ પણ મળી શકશે. રાજકીય મામલે કોઇના સહયોગથી ઉકેલ પ્રાપ્ત થઇ શકે છે. અંગત સંબંધમાં મધુરતા જાળવી રાખવા માટેની તમારી કોશિશ રહેશે.

નેગેટિવઃ- કોઇપણ કામમાં ઉતાવળ ન કરો. રૂપિયા-પૈસાના મામલે કોઇ વિવાદ થવાની સ્થિતિ રહેશે. થોડા લોકો તમારી બદનામી કરવાની કોશિશ કરશે. પરંતુ ભાવનાઓમાં વહીને કોઇ નિર્ણય લેશો નહીં.

વ્યવસાયઃ- નોકરી તથા વ્યવસાયમાં વાતાવરણ અનુકૂળ જાળવા રાખવા માટેની કોશિશ સફળ રહેશે.

લવઃ- પરિવાર સાથે મનોરંજનમાં સુખદ સમય પસાર થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સિઝનલ બીમારીઓ તમને પરેશાન કરી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- કોઈ નવી તકનીક કે હુનરને શીખવા માટે અનુકૂળ સમય છે. કોઇ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવાથી તમને ખૂબ જ વધારે સુકૂન મળશે. કોઇને રૂપિયા ઉધાર આપશો તો તેના પાછા આવવા માટે આજે સમય અનુકૂળ છે.

નેગેટિવઃ- વિના કારણે કોઇ સાથે વાદ-વિવાદ કરશો નહીં. સમય પ્રમાણે તમારા વ્યવહારમાં ફેરફાર લાવવો જરૂરી છે. થોડા લોકો તમારું નુકસાન કરવાની કોશિશ કરશે. પરંતુ સફળ થઇ શકશે નહીં.

વ્યવસાયઃ- આ સમયે વ્યવસાયને લગતી કોઇપણ બેદરકારી ન કરો.

લવઃ- જીવનસાથી તથા પરિવારના લોકોને તમે વધારે સમય આપી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. કોઇ પ્રિય મિત્ર સાથે ઘણાં સમય પછી મુલાકાત થશે તથા કોઇ વિશેષ મુદ્દા અંગે ચર્ચા-વિચારણાં પણ થશે. તમારી પ્રબળ ઇચ્છાશક્તિ અને આત્મવિશ્વાસથી તમે તમારા કાર્યને અંજામ આપવામાં પણ સક્ષમ રહેશો

નેગેટિવઃ- યુવા વર્ગ પોતાના ભવિષ્યને લઇને થોડી અસમંજસની સ્થિતિમાં રહેશે. આ સમયે પોઝિટિવ વિચાર દ્વારા તમે તમારા આત્મબળને મજબૂત કરી શકો છો. કોઇ મહત્ત્વપૂર્ણ યાત્રા ટાળવી પડી શકે છે. જેના કારણે થોડું નુકસાન પણ શક્ય છે.

વ્યવસાયઃ- આ સમયે કોઇ નવા કામ કે ભવિષ્યને લગતી યોજનાને અંજામ આપવા માટે સમય અનુકૂળ નથી.

લવઃ- પતિ-પત્નીમાં તાલમેલનો અભાવ રહેશે. જેની નકારાત્મક અસર ઘરની વ્યવસ્થા ઉપર પડી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય થોડું નરમ રહી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજે કોઇ ફાયનાન્સને લગતા કાર્યોને વધારે મહત્ત્વ આપો. તમે તમારીદિનચર્યામાં કરેલું પોઝિટિવ પરિવર્તન તમને પ્રગતિ આપી શકે છે. બાળકોના અભ્યાસને લઇને ચાલી રહેલી સમસ્યાનો ઉકેલ મળવાથી રાહત થશે.

નેગેટિવઃ- તમારા ઉપર કામનો વધારે ભાર લેશો નહીં. સહનશીલતામાં થોડી ખામી રહી શકે છે. જેના કારણે થોડા મનમુટાવ પણ શક્ય છે. વાહન વગેરે ખરાબ થવાના કારણે કોઇ મોટો ખર્ચ પણ આવી શકે છે.

વ્યવસાયઃ- તકનીકી કાર્યો સાથે જોડાયેલાં ક્ષેત્રમાં ફાયદાકારક સ્થિતિ બની રહેશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે નાની વાતને લઇને થોડો વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્યને લગતી પરેશાનીમાં સુધાર આવી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- ઘર-પરિવારની જવાબદારીઓને તમે યોગ્ય રીતે નિભાવશો. કોઇ મુશ્કેલ રસ્તો સરળ થવાથી સંતુષ્ટિનો ભાવ રહેશે. રાજનૈતિક ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકોને કોઇ વ્યક્તિગત મદદ મળી શકે છે.

નેગેટિવઃ- તમારી આસપાસના લોકો સાથે તાલમેલ જાળવી રાખવામાં થોડી મુશ્કેલી આવી શકે છે. આ સમયે કોઇપણ મોટો નિર્ણય લેવાનું ટાળો. બાળકો ઉપર વધારે રોક-ટોક ન રાખો, પરંતુ તેમની ગતિવિધિઓ ઉપર નજર રાખો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ઉન્નતિ માટે નવા માર્ગ અને નવા વિકલ્પોની શોધ કરી શકો છો.

લવઃ- પતિ-પત્નીના સંબંધો આ સમયે વધારે ગાઢ બની શકે છે.

સ્વાસ્થ્યઃ- વધારે કામના ભારની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- જો સ્થાન પરિવર્તનની કોઇ યોજના છે તો તેને કાર્ય રૂપ કરવાનો યોગ્ય સમય છે. કોઇ નજીકના મિત્રની મદદ તમને અનેક પરેશાનીઓથી રાહત આપશે. આજે કોઇ અશક્ય કામ શક્ય બની શકે છે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે અહંકાર અને અતિ આત્મવિશ્વાસ તમારા માટે નુકસાનદાયી રહી શકે છે. કોઇપણ મહત્ત્વપૂર્ણ કામ કરતી સમયે પારિવારિક સભ્યોની સલાહ લો. અયોગ્ય કાર્યોમાં રસ લેશો નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં વધારે ગંભીરતાથી વિચાર કરવાની જરૂરિયાત છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે તાલમેલ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- શરદી અને તાવ જેવી સ્વાસ્થ્યને લગતી તકલીફ રહી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- સમયની કિંમત અને મહત્ત્વનું સન્માન કરો. તમારી કાર્યક્ષમતા ઉપર વિશ્વાસ રાખશો તો તમને લક્ષ્ય સુધી પહોંચાડવામાં મદદ મળશે. આધ્યાત્મિક કાર્યોમાં રસ વધશે. વિદ્યાર્થીઓને વિષય પસંદ કરવામાં કોઇની મદદ લાભકારી સાબિત થશે.

નેગેટિવઃ- કોઇના પણ વ્યક્તિગત મામલે દખલ ન કરો. નહીંતર તમારી માનહાનિ શક્ય છે. તમારી ભાવુકતા અને ઉદારતાને સંયમિત રાખો. તમારી આ આદતનો કોઇ ખોટો ફાયદો ઉઠાવી શકે છે.

વ્યવસાયઃ- આ સમયે કોઇને પણ રૂપિયા ઉધાર ન આપો અને કોઇપણ જગ્યાએ રોકાણ કરવાની યોજના બનાવશો નહીં.

લવઃ- લગ્નજીવન સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- શારીરિક નબળાઈ અને થાક અનુભવ થશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આ સમય ખૂબ જ મહેનત કરવાનો છે. સફળતા પણ ચોક્કસ મળી શકે છે. આવક અને ખર્ચ સમાન રહેશે. કોઇ સમાજ સેવી સંસ્થામાં સહયોગ કરવો તમને માનસિક સુકૂન આપશે તથા તમારી લોકપ્રિયતા પણ વધશે.

નેગેટિવઃ- દિવસની શરૂઆતમાં બનતા કાર્યોમાં થોડા વિઘ્ન આવી શકે છે. જેના કારણે થોડો તણાવ રહેશે. આ સમયે પોઝિટિવ દૃષ્ટિકોણ રાખવો જરૂરી છે. નજીકના સંબંધીઓ સાથે પણ સંબંધ મધુર જાળવી રાખો.

વ્યવસાયઃ- જો કોઇ નવો વેપાર કે કામ શરૂ કરવા જઇ રહ્યા છો તો વધારે મહેનત પછી જ પરિણામ મળી શકે છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલાં પારિવારિક વિવાદ દૂર કરવા માટે સમય ઉત્તમ છે. તેનાથી પારિવારિક વાતાવરણ અનુકૂળ રહેશે. કોઇ નજીકના સંબંધીની મુશ્કેલીના સમયે તેમની મદદ કરવાથી તમને આત્મિક અને માનસિક સુકૂન મળશે.

નેગેટિવઃ- ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં તમારું યોગદાન પણ જરૂરી છે. બાળકોની ભૂલોમાં તેમને ખિજાવાની જગ્યાએ પ્રેમથી સમજાવવાની કોશિશ કરો. આવું કરવાથી તેમના મનોબળમાં વધારો થઇ શકે છે.

વ્યવસાયઃ- આ સમયે વ્યવસાયિક કાર્યોમાં રોકાણ કરવું લાભદાયક રહી શકે છે.

લવઃ- પતિ-પત્નીનો સહયોગાત્મક વ્યવહાર ઘરમાં સુખ-શાંતિ જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશર તથા ડાયાબિટીઝને લગતી તપાસ કરાવો.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- પોઝિટિવ દૃષ્ટિકોણ રાખો. કોશિશ કરવાથી મનગમતા કાર્યો પૂર્ણ થઇ શકે છે. રાજનૈતિક તથા સામાજિક સંપર્કોને વધારે મજબૂત કરો. બાળકો તરફથી કોઇ શુભ સમાચાર મળી શકે છે.

નેગેટિવઃ- અચાનક જ થોડા બિનજરૂરી ખર્ચ સામે આવશે. ધ્યાન રાખો કે તમારી કોઇ ભુલ તમારી પરેશાનીનું કારણ બની શકે છે. ક્યારેક તણાવના કારણે વાણી અને વ્યવહારમાં ખામી રહી શકે છે. આ સમય ધૈર્ય જાળવી રાખવાનો છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થિતિ સામાન્ય જ રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ અને શાંતિપૂર્ણ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- ઘૂંટણના દુખાવાની સમસ્યા વધી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આ સમયે ઘરની દેખરેખ અને સુધારને લગતા કાર્યોની રૂપરેખા બનશે. આજે અચાનક જ તમારું કામ સફળ થઇ શકે છે. નાણાકીય સંબંધો ઉપર વિશેષ ધ્યાન આપો. ઘરના વડીલ સભ્યોના માર્ગદર્શનનું પાલન કરો.

નેગેટિવઃ- કોઇ અજાણ વ્યક્તિ ઉપર વધારે વિશ્વાસ કરવો યોગ્ય નથી. ક્યારેક વધારે મેળવવાની ઇચ્છા કે ઉતાવળ તમારા માટે નુકસાનદાયી સાબિત થઇ શકે છે. બાળકોના અભ્યાસ કે કરિયરને લઇને પણ ચિંતા રહી શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં વર્તમાન પરિસ્થિતિઓના કારણે હાલ નવા ઉપક્રમ માટે સમય યોગ્ય નથી.

લવઃ- પતિ-પત્ની વચ્ચે રોમેન્ટિક સંબંધ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.