યુરોપિયન દેશ નોર્વે તેના આર્કટિક નજારાઓ માટે દુનિયાભરમાં જાણીતા છે. અહીંના સ્વાલબાર્ડ દ્વીપના લોંગયરબાયન શહેરની પ્રાકૃતિક સુંદરતાને કાયમ રાખવા માટે અહીં રહેનારા લોકો પોતે પ્રકૃતિના નિયમોને માને છે. તેમણે પ્રવાસીઓ માટે અનોખા નિયમ બનાવી રાખ્યા છે. જેમ કે આ શહેરમાં બિલાડીઓ પાળવી અને લોકોને દફનાવવા પર પ્રતિબંધ છે. લોંગયરબાયન દુનિયાના સૌથી સારી રીતે સંરક્ષિત ક્ષેત્રોમાંથી એક છે. દર વર્ષે દુનિયાભરના હજારો પર્યટક લોંગયરબાયનની બરફીલી ગુફાઓ, ગ્લેશિયર, નોર્ધન લાઇટ્સ અને વન્યજીવોને જોવા આવે છે.
નિયમ 1. હંમેશા બંદૂક સાથે: લોંગયરબાયનમાં પર્યટકો માટે નિયમ છે કે તે હંમેશા તેની સાથે બંદૂક રાખે, કેમ કે અહીં ગમે ત્યારે ધ્રુવીય રીંછનો ભેટો થઈ શકે છે. આ દ્વીપ પર 2500 લોકો જ્યારે 3 હજાર રીંછ રહે છે.
નિયમ 2. બિલાડી રાખી નથી શકતા: અહીંના લોકોનું કહેવું છે કે પક્ષીઓની પ્રજાતિઓ માટે જોખમ છે, માટે 1990થી જ અહીં બિલાડી પાળવા પર પ્રતિબંધ છે. કોઈ ટૂરિસ્ટ પણ બિલાડી સાથે નથી રાખી શકતા.
નિયમ 3. લાશ દફનાવવા પર પ્રતિબંધ: લોંગયરબાયનમાં મૃત લોકોને દફનાવવા પર પ્રતિબંધ છે કેમ કે બરફ હોવાથી લાશ ઓગળતી નથી. 1918ના સ્પેનિશ ફ્લૂ દરમિયાન દફનાવેલા લોકોની લાશ પણ હજી ઓગળી નથી.
નિયમ 4. બાળકોને જન્મ આપવા પર પ્રતિબંધ: અહીં ગર્ભવતી મહિલાનાં બાળકોને જન્મ આપવા પર પણ પ્રતિબંધ છે. મહિલાએ પોતાની ડિલિવરીની તારીખ પહેલાં દ્વીપ છોડીને નોર્વે જવાનું હોય છે જેથી તકલીફ ન થાય.