Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

અમેરિકાના મોન્ટાના રાજ્યના આકાશ પર ચીનનું બલૂન ઉડતું જોવા મળ્યું છે. તે સ્પાય બલૂન હોવાના દાવા બાદ દરેક એજન્સીઓ એલર્ટ પર છે. અમેરિકાની સાથે જ કેનેડાએ સંવેદનશીલ માહિતીને બચાવવા માટે પગલું લીધું છે. બંનેની ડિફેન્સ કમાન્ડ તેના પર નજર રાખી રહી છે. અમેરિકી રક્ષા મંત્રી લૉયડ જે ઓસ્ટિને સૈન્ય અધિકારીઓની બેઠકનું આયોજન કરીને ખતરાનું આકલન કર્યું હતું. ચીનના અધિકારીઓ સાથે પણ વાતચીત કરી છે.


3 બસના આકારના આ બલૂનને પહેલા તોડી પાડવાની તૈયારી કરાઇ હતી. પેન્ટાગોને બુધવારે બલૂન પર નજર રાખવા માટે F-22 ફાઇટર પ્લેન મોકલ્યા હતા. પરંતુ તેના પડવાથી લોકને નુકસાનની આશંકાએ આ કાર્યવાહી ટાળવામાં આવી હતી. વિદેશ મંત્રી એન્ટની બ્લિંકેનના ચીનના પ્રવાસ પહેલા આ ઘટનાથી બંને દેશો વચ્ચે ફરી તણાવ વધ્યો છે. બલૂનથી સૈનિક અથવા અન્ય કોઇ પ્રકારના નુકસાનનો ખતરો નથી. ચીને કહ્યું કે તે ઘટના અંગે તપાસ કરી રહ્યું છે. તે કાયદાનું પાલન કરે છે અને કોઇની વાયુસીમામાં ઘૂસણખોરીનો ઇરાદો ધરાવતું નથી.

એરબેઝ પર 341મી મિસાઇલ વિંગ
ચીનથી કેનેડા ઉપરથી પસાર થતું આ બલૂન પશ્વિમ-ઉત્તર અમેરિકાના મોન્ટાનાના આકાશ પર પહોંચ્યું છે. મોન્ટાનામાં મેમ્સ્ટ્રોમ એરબેઝમાં 341મી મિસાઇલ વિંગ છે. તે ઇન્ટરકોન્ટિનેંટલ બેલિસ્ટિક મિસાઇલની તહેનાતી વાળા 3 એરબેઝમાંથી એક છે. હથિયારોના લોન્ચિંગ પર નજર રાખી શકાય છે.