આ વર્ષે કર્મચારીઓનું વેતન સરેરાશ 9.5% વધશે. જો કે આ 2023માં 9.7%ના સરેરાશ પગારવધારા કરતાં થોડું ઓછું છે, પરંતુ એશિયા-પેસિફિકના અન્ય તમામ દેશોની તુલનામાં સૌથી વધુ છે. વર્ષ 2023-24ના એઓનના વાર્ષિક સરવે મુજબ આ વર્ષે મેન્યુફેક્ચરિંગ સેક્ટરના કર્મચારીઓના પગારમાં સૌથી વધુ 10.1%નો વધારો થશે.
રિપોર્ટ અનુસાર આ વર્ષે મોંઘવારી 2023ની તુલનામાં ઓછી છે. ભૌગોલિક તણાવ વચ્ચે ભારતમાં વિશ્વના અન્ય દેશો કરતાં સૌથી વધુ પગારવધારો જોવા મળશે.
45 ઇન્ડસ્ટ્રીની 1414 કંપનીઓનું વિશ્લેષણ કરાયું
દેશની અંદાજે 45 ઇન્ડસ્ટ્રીની 1,414 કંપનીઓના સરવે પર આધારિત રિપોર્ટ અનુસાર ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂટ, એન્જિનિયરિંગ, ઑટોમોટિવ અને લાઇફ સાયન્સ સેક્ટરમાં સૌથી વધુ પગારવધારો થશે. બીજી તરફ રિટેલ, ટેક્નોલોજી કન્સલ્ટિંગ એન્ડ સર્વિસ સેક્ટરમાં સૌથી ઓછો પગારવધારો થશે.