ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે સ્વદેશ પરત ફરી રહ્યા છે. કેનબેરામાં 30 નવેમ્બરથી શરૂ થનારી બીજી પ્રેક્ટિસ મેચમાં તે ભારતીય ટીમ સાથે નહીં હોય. જો કે તે 6 ડિસેમ્બરથી યોજાનારી એડિલેડ ટેસ્ટ પહેલા ટીમ સાથે જોડાશે.
મળતી માહિતી મુજબ, 'ગંભીર એક ફેમિલી ફંક્શનમાં ભાગ લેવા ભારત આવી રહ્યો છે.' ગંભીરના એક નજીકના વ્યક્તિએ જણાવ્યું કે, ગંભીરના પરિવારમાં એક ફંક્શન છે. પ્રથમ અને બીજી મેચ વચ્ચે પણ અંતર છે તેથી તેઓ સ્વદેશ પરત ફરી રહ્યા છે. તે બીજી ટેસ્ટ પહેલાં ટીમ સાથે જોડાશે.'
ભારતીય ટીમ 27 નવેમ્બર, બુધવારે કેનબેરા જશે, જ્યાં ટીમ ઈન્ડિયા 30 નવેમ્બરથી પ્રાઇમ મિનિસ્ટર-11 સામે તેની બીજી પ્રેક્ટિસ મેચ રમશે. હાલમાં ભારતીય ટીમ 5 ટેસ્ટ સિરીઝમાં 1-0થી આગળ છે.