Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

‘મનોરોગી’ શબ્દ સાંભળતા જ દરેકની આંખો સામે હિંસક કે ગુનેગાર ચહેરાની તસવીર તરી આવે છે. પરંતુ કેટલાક મનોવિજ્ઞાનીઓ મુજબ માનસિક રોગીઓને ધિક્કારવા કે તેનાથી ડરવું યોગ્ય નથી. કેટલાંક લક્ષણો હકારાત્મક પણ હોય છે. જો તે લક્ષણો પર ધ્યાન આપવામાં આવે તો તેમનાથી ઘણો લાભ પણ ઉઠાવી શકાય છે.

ઇંગ્લેન્ડની ડર્બી યુનિવર્સિટીમાં ફોરેન્સિક સાઈકોલોજીના લેક્ચરર લેવિસ વોલેસ મુજબ માનસિક લક્ષણો દરેકમાં અમુક અંશે હાજર હોય છે પરંતુ તેમને વારેઘડિયે પરેશાન કરવા કે કલંક લગાડવું યોગ્ય નથી. માત્ર હિંસક અથવા ગુનાહિત લાક્ષણિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત ના કરો. મનોરોગીઓમાં હાજર હકારાત્મક વલણને પણ જુઓ.

‘ધ માસ્ક ઓફ સેનિટી’ પુસ્તકના લેખક અને પ્રખ્યાત અમેરિકન મનોચિકિત્સક હર્વે ક્લેકલેએ મનોરોગી પર હાથ ધરાયેલા અભ્યાસને ટાંકીને જણાવ્યું કે એક મનોરોગી દામ્પત્યજીવનમાં બેવફા, નિર્દયી અને ડ્રગનો વ્યસની હતો, પરંતુ તેનાં હકારાત્મક લક્ષણો એ હતાં કે તે સખત મહેનત કરતો હતો. જો તેની અન્ય આદતોનું ધ્યાન ન રાખવામાં આવે તો તેના મહેનતુ સ્વભાવનો સંબંધિત ક્ષેત્રમાં લાભ લઈ શકાય. મનોવિજ્ઞાનીઓ કહે છે કે સંશોધકો મોટે ભાગે મનોરોગીઓ અંગેનો અભ્યાસ જેલના કેદીઓ પર કરતાં હોય છે. તેથી જ પુસ્તકો અને ફિલ્મોમાં ખતરનાક અને હિંસક ગુનેગાર તરીકે વર્ણવવામાં આવે છે.