અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ 24 કલાકની અંદર ભારત પર વધુ ટેરિફ લાદશે. ટ્રમ્પે મંગળવારે બિઝનેસ ચેનલ CNBCને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે ભારત સારો બિઝનેસ પાર્ટનર નથી.
ટ્રમ્પ કહે છે કે ભારત અમેરિકા સાથે ઘણો વેપાર કરે છે, પરંતુ અમેરિકાને ભારતથી એટલો ફાયદો મળતો નથી. તેથી જ તેમણે ભારત પર 25% ટેરિફ લાદવાનો નિર્ણય લીધો છે, જે 7 ઓગસ્ટ, 2025થી અમલમાં આવશે, પરંતુ તેઓ આગામી 24 કલાકમાં આ ટેરિફમાં વધુ વધારો કરવા જઈ રહ્યા છે.
ટ્રમ્પના મતે, ભારતના ટેરિફ વિશ્વમાં સૌથી વધુ છે અને લોકો આ વાત ખુલ્લેઆમ કહેતા નથી. અમેરિકા અને ભારત વચ્ચે વેપારનું સંતુલન નથી અને ભારત રશિયા સાથે વેપાર કરીને યુક્રેન યુદ્ધ ચાલુ રાખવામાં મદદ કરી રહ્યું છે. આ કારણે, અમેરિકાએ કડક પગલાં લેવાની જરૂર છે.