Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ટાઇમ મેગેઝિને આ વર્ષે દુનિયાની 12 મહિલાઓની ‘પર્સન ઓફ ધ યર’ તરીકે પસંદગી કરી છે. ‘વિમેન પર્સન ઓફ ધ યર 2024’ની આ યાદીમાં ભારતીય મૂળની લીના નાયર પણ સામેલ છે. ટાઇમ દ્વારા દર વર્ષે એવી મહિલાઓની યાદી જાહેર કરવામાં આવે છે જેમના પ્રયાસો અને સિદ્ધિઓના કારણે સમાજમાં ફેરફાર થયા છે. લેખક, રાજનેતા, સિનેમા, સંગીત અથવા તો સમાજસેવા સહિત કોઇ પણ ક્ષેત્રમાંથી યાદી તૈયાર કરાય છે.


1. ગ્રેટા ગાર્વિગ : ફેન્ટેસી કોમેડી ફિલ્મ બાર્બીનાં નિર્દેશક ગ્રેટા ગાર્વિંગની ટાઇમે વિમેન ઓફ ધ યર તરીકે પસંદગી કરી છે. 40 વર્ષીય ગ્રેટા દુનિયાનાં એકમાત્ર એવાં મહિલા નિર્દેશક તરીકે છે જેમની પ્રથમ 3 ફિલ્મો ઓસ્કાર માટે નોમિનેટ થઇ ચૂકી છે.

2. કોકો ગૌફ : 20 વર્ષની ટેનિસ ખેલાડી કોકો ગૌફ વર્ષ 2023માં સૌથી મોંઘી ખેલાડી રહી હતી. ગૌફે સાત વખત ડબ્લ્યુટીએ ટુર સિંગલ્સ ટાઇટલ પોતાના નામે કર્યાં છે.

3. તારાજી પેંદા હેન્સન : અમેરિકાની અભિનેત્રી તારાજી હોલિવૂડમાં મહિલા-પુરુષ અને શ્વેત-અશ્વેતના સમાન વેતન માટે સંઘર્ષ કરી રહી છે. 53 વર્ષની અભિનેત્રીને એક ગોલ્ડન ગ્લોબ અને એક એકેડમી એવોર્ડ મળ્યો છે.

4. લીના નાયર : લક્ઝરી બ્રાન્ડ શનેલના સીઇઓ બન્યા બાદ ભારતીય મૂળની લીના નાયરે કંપનીમાં મહિલા મેનેજર્સની સંખ્યા 38 ટકાથી વધારીને 50 ટકા કરી દીધી છે. આજે કંપનીમાં 60 ટકા મેનેજર મહિલાઓ છે.

5. ક્લોડિયા ગોલ્ડન : અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર જીતનાર ક્લોડિયા ગોલ્ડેને કહ્યું કે વર્કફોર્સમાં મહિલાઓની હિસ્સેદારીથી ફેરફાર થયા છે. વર્કફોર્સે મહિલાઓની લાઇફને બદલવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરી છે.

6. માર્લેના સ્કોનબર્ગ : અમેરિકન તબીબી વિજ્ઞાની માર્લેના સ્કોનબર્ગે આ અંગેની શોધ કરી છે કે મોર્નિંગ સીકનેસનું કારણ જીન્સ છે. ત્યારબાદ ડોક્ટર ગર્ભવતી મહિલાઓમાં થનાર આ સમસ્યાઓની સારવાર કરી રહ્યા છે.