ધોરાજી શહેરમાં સ્વચ્છતા અભિયાન શરૂ કરવા લોક માંગ ઉઠી છે. શહેરમાં ઠેર ઠેર ગંદકી અને કચરાના ગંજ જામ્યા હોવાની અનેક ફરિયાદ ઉઠી છે. ત્યારે ધોરાજી નગરપાલિકાના વોર્ડ નંબર ચારના સતારૂઢ કોંગ્રેસ પક્ષના નગરસેવક દિનેશ વોરાએ ગંદકી અને કચરા મામલે રોષ વ્યકત કર્યો છે.
ધોરાજી નગરપાલિકાના સભ્ય દિનેશભાઈ વોરાએ જણાવ્યું હતું કે ધોરાજી શહેરમાં સ્વચ્છતા બાબતે તંત્ર ઉણુ ઉતરી રહ્યું છે. શહેરમાં સફાઈ મામલે નગરપાલિકા તંત્ર દ્વારા કોઇપણ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું નથી. અવારનવાર રજૂઆત કરવા છતા પણ કોઇ નક્કર કાર્યવાહી કરાઈ નથી.
તંત્ર વાહકો દ્વારા ફરીયાદોનું તાત્કાલીક નિવારણ લાવવું જોઈએ પગલાઓ ભરવા માટે જણાવ્યું હતું . ધોરાજી શહેર ભાજપના અગ્રણી વિજય બાબરીયાએ જણાવ્યું હતું કે ધોરાજી શહેરમાં ગંદકી અને કચરાની અનેક ફરિયાદો ઉઠી છે તંત્ર વાહકો દ્વારા સ્વચ્છતા અભિયાન શરૂ કરવા માંગણી કરાઈ છે.