Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ટીમ ઈન્ડિયાએ વનૃડે શ્રેણીની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાને 99 રને હરાવ્યું. આ જીત સાથે ભારતે 3 મેચની શ્રેણીમાં 2-0ની અજેય લીડ મેળવી લીધી છે.

ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં ભારતીય ટીમે પોતાનો અજેય રેકોર્ડ જાળવી રાખ્યો છે. આ મેદાન પર ભારતીય ટીમની આ સતત 7મી જીત છે. ટીમ અહીં માત્ર 7 મેચ જ રમી છે.

રવિવારે ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 5 વિકેટે 399 રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયાને 400 રનના ટાર્ગેટનો ચેઝ કરવાનો હતો, પરંતુ વરસાદના કારણે તેને ડકવર્થ લુઈસ મેથર્ડ (DLS)થી 33 ઓવરમાં 317 રનનો રિવાઇઝ્ડ ટાર્ગેટ મળ્યો. જેનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાની ટીમ 28.2 ઓવરમાં 217 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.

પ્રસિદ્ધ ક્રિષ્ણાએ એક જ ઓવરમાં બે વિકેટ ઝડપી
400 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત સારી નહોતી થઈ. 10 રનની અંદર ટીમના બે બેટર્સ આઉટ થઈને પેવેલિયન પરત ફર્યા હતા. ભારતના ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્ણાએ મેથ્યુ શટ અને સ્ટીવ સ્મિથને આઉટ કર્યા હતા.

ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 50 ઓવરમાં 5 વિકેટે 399 રન બનાવ્યા અને કાંગારૂઓને 400 રનનો ટાર્ગેટ આપ્યો.

ઓસ્ટ્રેલિયા સામે વનડે ક્રિકેટમાં ભારતનો આ સૌથી મોટો સ્કોર છે. આ પહેલા ભારતીય ટીમે 2013માં બેંગલુરુમાં 383 રન બનાવ્યા હતા.

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. ભારતીય ઓપનર શુભમન ગિલ (104 રન) અને શ્રેયસ અય્યર (105 રન)એ સદી ફટકારી, જ્યારે કેએલ રાહુલ અને સૂર્યકુમાર યાદવે હાફ સેન્ચૂરી ફટકારી.