Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઈન્ડિયન પ્રીમિયર લીગ-2024ની 21 મેચનું શિડ્યૂલ ગુરુવારે જાહેર થયું હતું. લોકસભા ચૂંટણીને કારણે આ સીઝનનું સંપૂર્ણ શિડ્યૂલ બહાર પાડ્યું નથી. લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ બીજા તબક્કાનું શિડ્યૂલ જાહેર કરાશે.


આ સીઝનની પ્રથમ મેચ 22 માર્ચે ચેપોક સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રમાશે.

પ્રથમ તબક્કામાં 22 માર્ચથી 7 એપ્રિલ સુધીનું ટાઇમટેબલ જાહેર કર્યું છે. આ સમયગાળા દરમિયાન 17 દિવસમાં 21 મેચ રમાશે, જેમાં 4 ડબલ હેડર (એક દિવસમાં બે મેચ) સામેલ હશે.

CSK ટીમ નવમી વખત IPLની કોઈપણ સીઝનની પહેલી મેચ રમશે. ટીમ આ પહેલાં 8 વખત આવું કરી ચુકી છે. ટીમ અત્યારસુધી 10 ફાઈનલ રમી છે, જેમાં 5 ટાઈટલ જીત્યા છે.

CSKએ છેલ્લું ટાઇટલ જીત્યું, GTને 5 વિકેટે હરાવ્યું હતું
IPLની છેલ્લી સીઝનનો ખિતાબ ધોનીની આગેવાનીમાં ચેન્નઈ સુપર કિંગ્સે જીત્યો હતો. અમદાવાદમાં રમાયેલી ફાઈનલ મેચમાં ટીમે ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવ્યું હતું. CSK આ ટુર્નામેન્ટમાં બીજી સૌથી સફળ ટીમ છે.