શહેરના ચુનારાવાડ 2-3માં રહેતા મુન્નીબેન રાજુભાઇ બારા નામના પ્રૌઢાએ ગોપાલ રમેશ બારા, મનીષ જગુ, જાદવ, રેખાનો દીકરો કરણ, કૈલો, ભાવલો, રોહિત, તેનો ભાઇ કાનો સહિતના નવ શખ્સો સામે થોરાળા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. બુધવારે રાતે ગોપાલ અને મનીષ ઘર પાસે ગાળો બોલતા હોય તેને ના પાડતા તમારે શાંતિથી જીવવું હોય તો તારા દીકરાઓ ચેતન, ધર્મેશ સાથે સંબંધ ન રાખે નહિતર જાનથી મારી નાખીશની ધમકી આપી જતા રહ્યા હતા.
બાદમાં રાત્રીના ગોપાલ, મનીષ સહિત નવ શખ્સ છરી, તલવાર જેવા ઘાતક હથિયારો સાથે ધસી આવી પથ્થરો તેમજ સોડા બોટલોના ઘર પર ઘા કર્યા હતા. બીકના માર્યા ઘરની બહાર નહિ નીકળતા બહાર નીકળો બધાને પતાવી જ દેવા છે કહી આતંક મચાવ્યો હતો. પોલીસમાં ફોન કરતા બધા ત્યાંથી નાસી ગયા હતા. થોરાળા પોલીસના એએસઆઇ આર.બી.જાડેજાએ ગુનો નોંધી અસામાજિક તત્ત્વોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.