રાજકોટ શહેરના નવા 150 ફૂટ રિંગરોડ પર ટીલાળા ચોક નજીક નિર્માણાધીન બ્રિજનો સ્લેબ બેસી જતા બ્રિજની કામગીરીની ગુણવતાને લઈ સવાલ ઉઠ્યા છે. સોમવારે બ્રિજનો સ્લેબ બેસી ગયા બાદ કાટમાળ દૂર કરી દેવામાં આવ્યો છે. આ મામલે RUDA (રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી)ના CEOએ જણાવ્યું હતું કે, બ્રિજનો સ્લેબ ભરવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે સ્લેબનો ભાગ બેસી ગયાની જાણ થતા અમારા દ્વારા જ કોન્ટ્રાક્ટરને સ્લેબ તોડી નાખવા સૂચના આપવામાં આવી હતી.
રાજકોટ મહાનગરપાલિકા દ્રારા નવા 150 ફૂટ રિંગરોડ પર હાલ ફોરટ્રેકની કામગીરી ચાલી રહી છે. જેમાં ટીલાળા ચોક નજીક એક બેઠાપુલનું કામ ચાલી રહ્યું છે. સોમવારે પુલનો સ્લેબ ભરતી સમયે એક ગાળો બેસી ગયો હતો.બ્રિજને તોડી કાટમાળ દૂર કરવા કામગીરી હાથ ધરવામાં આવી છે. સદનસીબે જાનહાનિ થતા અટકી છે.