Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

આજે, અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીના 5 મહિના પહેલા, જો બાઈડેન અને ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડેન્શિયલ ડિબેટ માટે મેદાનમાં ઉતરશે. ટ્રમ્પ અને બાઈડેન 4 વર્ષમાં બીજી વખત આમને-સામને થશે. આવું પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે રાષ્ટ્રપતિ અને પૂર્વ રાષ્ટ્રપતિ વચ્ચે ચર્ચા થશે.


બંને નેતાઓ અમેરિકાના જ્યોર્જિયા રાજ્યની રાજધાની એટલાન્ટામાં 90 મિનિટ સુધી મહત્વપૂર્ણ મુદ્દાઓ પર જનતા સમક્ષ પોતાના વિચારો વ્યક્ત કરશે. પ્રથમ વખત, આ ચર્ચા સમય કરતાં લગભગ ત્રણ મહિના વહેલી થઈ રહી છે. તે પણ એવા સમયે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ પોર્ન સ્ટારને ચૂપ કરવા માટે પૈસા ચૂકવવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા છે અને તેમને 11 જુલાઈએ સજા સંભળાવવામાં આવશે.

તે જ સમયે, રાષ્ટ્રપતિ બાઈડેન ઇઝરાયેલ-હમાસ યુદ્ધ પર અમેરિકાના વલણને લઈને ઘેરાયેલા છે. આ બધાની વચ્ચે અમેરિકન જનતા દેશ અને દુનિયાના મહત્વના મુદ્દાઓ પર ટ્રમ્પ અને બાઈડેનના મંતવ્યો જાણી શકશે.

ટ્રમ્પ 2020માં યોજાયેલી પ્રેસિડેન્શિયલ ડિબેટ હારી ગયા હતા, આ વખતે તેઓ 4 વર્ષ જૂના રિઝલ્ટને બદલવાની કોશિશ કરશે જે સવાલો આ મુદ્દાઓ પર આધારિત છે.