Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

જર્મનીમાં પરિણીત લોકોને મળતી ટેક્સ છૂટ બંધ કરવાની સરકારે તૈયારી કરી લીધી છે. ચાન્સેલર ઓલાફ શુલ્ઝની આગેવાની હેઠળની સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી (એસપીડી) ગઠબંધન સરકાર દ્વારા આ સંબંધમાં એક પ્રસ્તાવ પણ તૈયાર કરાયો છે. લગ્નના નામે આપવામાં આવતી આ સબસિડી કોઈ સારા કામમાં ખર્ચ કરી શકાય તેવી વિચારણા સરકાર કરી રહી છે. જર્મનીમાં આ કાયદા અંગે છેલ્લા ઘણા સમયથી ટીકાઓ કરવામાં આવી રહી છે.

ખરેખર, પરંપરાગત લિંગ ભૂમિકાઓને અયોગ્ય રીતે પ્રોત્સાહન આપવા માટે કાયદાની લાંબા સમયથી ટીકા કરવામાં આવી છે. ‘ઇએગાટનસ્પ્લિટિંગ’ અથવા ‘મેરિટલ સ્પ્લિટિંગ’ કહેવાથી આ વ્યવસ્થામાં એક દંપતીની કુલ આવક અડધી કરાય છે અને બે વાર ટેક્સ લાદવામાં આવે છે. આનો અર્થ એ થયો કે બંને વચ્ચે આવકમાં જેટલો મોટો તફાવત હશે તેટલો ‌ફાયદો ટેક્સમાં મળશે. કારણ કે જર્મનીમાં પુરુષો મહિલાઓ કરતાં 18% વધુ કમાય છે.

આ કારણે પુરુષોને આ સિસ્ટમનો વધુ ફાયદો મળે છે. મેરિટલ સ્પ્લિટિંગની શરૂઆત 1958માં થઇ હતી ત્યારે ફેડરલ બંધારણીય અદાલતે ચુકાદો આપ્યો કે વર્તમાન કર પ્રણાલી પરિણીત લોકોને નુકસાન પહોંચાડે છે. લગ્ન સાથે જોડાયેલી ટેક્સ વ્યવસ્થા નાબૂદ કરવાનો પ્રસ્તાવ સૌપ્રથમ 1981માં આવ્યો હતો.