Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 


ઉનાળામાં હવે અમદાવાદીઓએ વોટરપાર્કની મજા માણવા માટે સાણંદ, મહેસાણા કે ખેડા નજીક આવેલા વોટરપાર્ક સુધી લાંબા થવું પડશે નહીં. અમદાવાદમાં વર્ષોથી બંધ પડી રહેલો કાંકરિયા જલધારા વોટરપાર્ક ફરી એકવાર શરૂ થયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વોટરપાર્ક ફરી શરૂ કરવામાં આવતા હવે લોકો વોટરપાર્કની મજા અમદાવાદમાં જ માણી શકશે. કાંકરિયા જલધારા વોટરપાર્કમાં 27 જેટલી વોટર રાઇડ્સ અને સ્વિમિંગ પૂલ, બિલિંગ અને ફૂડ કોર્ટ સહિતના આકર્ષણો રાખવામાં આવ્યા છે.


કોસ્ચ્યુમનો ચાર્જ અલગથી ચૂકવવો પડશે
કાંકરિયા જલધારા વોટરપાર્કમાં 3થી 12 વર્ષ સુધીના બાળક માટે રૂ. 250, 12થી 50 વર્ષ સુધીના લોકો માટે રૂ. 450 એન્ટ્રી અને રાઈડ્સ ફી રાખવામાં આવી છે. સવારે 9 વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી લોકો અનલિમિટેડ વિવિધ 27 પ્રકારની નાની-મોટી વોટર રાઈડ્સની મજા માણી શકશે. 50 વર્ષથી ઉપરના લોકો માટે વોટરપાર્કમાં માત્ર એન્ટ્રી ફી રૂ.150 રાખવામાં આવી છે. વોટર રાઇડ્સની મજા માણવા માટે કોસ્ચ્યુમનો ચાર્જ અલગ રાખવામાં આવે છે. આ ઉપરાંત વોટરપાર્કમાં મોબાઈલ, દાગીના, ઘડિયાળ વગેરે વસ્તુઓ મૂકવા માટે લોકરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે, તેની અલગથી લોકોએ ચૂકવવાની રહેશે.