Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

મોડીરાતે કોંગ્રેસે ઉમેદવારોનું બીજું લિસ્ટ જાહેર કરતા સુરતની 16 બેઠકના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું હતું. સુરતની 16 પૈકી 15 બેઠક પર કોંગ્રેસે ઉમેદવારો બદલવા પડ્યા છે. માત્ર માંડવી બેઠક પર સિટિંગ ધારાસભ્ય આનંદ ચૌધરીને રિપિટ કરાયા છે. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ એક માત્ર માંડવી બેઠક જ જીતી શક્યુ હતું. કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી ચૂંટણી નહિં લડે તેવી સંભાવના છે.

છેલ્લી બે ચૂંટણીમાં તુષાર ચૌધરી મહુવાથી ચૂંટણી લડ્યા હતા. આ વખતે તુષાર ચૌધરીએ ટિકીટ ન માંગતા પાર્ટીએ મહુવાથી હેમાંગી ગરાસિયાને ટિકીટ આપી છે. જ્યારે 2014 અને 2019માં બારડોલી સંસદીય બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. જોકે, હારી ગયા હતા. કોંગ્રેસે સુરત શહેરની 12 બેઠક પૈકી 4 બેઠક પર પૂર્વ નગરસેવકને ટિકીટ આપી છે. પૂર્વ નગરસેવક અસલમ સાયકલવાલાને સુરત-પૂર્વ, નિલેશ કુંભાણીને કામરેજ, પાલિકાના પૂર્વ વિપક્ષી નેતા પપન તોગડીયાને વરાછા, ધનસુખ રાજપુતને ઉધના બેઠક પર ટિકીટ આપી છે. મહત્વનું એ છે કે, કોંગ્રેસે સુરતની 16 પૈકી એક જ બેઠક પર લઘુમતિને ટિકીટ આપી છે.