ઉપહાર આપવો સદીઓથી માનવ વ્યવહારનું અભિન્ન અંગ માનવામાં આવે છે. ખાસ પ્રસંગે ઉપહાર આપવો દુનિયા આખીમાં સામાન્ય વાત છે, પણ ઉપહારને બદલે રિટર્ન ગિફ્ટ આપવી સામાન્ય રીતે જરૂરી માનવામાં આવતું નથી. જાપાનની સંસ્કૃતિમાં ઉપહાર અને ખાસ કરીને રિટર્ન ગિફ્ટને ખૂબ વધુ મહત્ત્વ આપવામાં આવે છે. અહીં ઉપહાર આપવા પર કોઈ રીતે પરત કરવાની અપેક્ષા સામાન્ય છે.
આ કારણે રિટર્ન ગિફ્ટની કિંમતથી લઈને તેની સાથે લખવામાં આવતા સંદેશ માટે કેટલાક નિયમ નક્કી છે. કિંમતની વાત કરવામાં આવે તો રિટર્ન ગિફ્ટ ઉપહાર કરતાં ઓછામાં ઓછી કિંમતની હોવી જરૂરી છે. જો કોઈ અધિકારી તેના કર્મચારીને રિટર્ન ગિફ્ટ આપે છે તો તેની કિંમત બમણી હોવી જોઈએ. લગ્ન જેવા પ્રસંગે ઉપહારની કિંમત અનુસાર રિટર્ન ગિફ્ટ નક્કી કરવી મુશ્કેલ હોય છે. આ માટે ખાસ કેટલોગ તૈયાર કરાય છે. આ કેટલોગથી વ્યક્તિ પોતાની પસંદની રિટર્ન ગિફ્ટ પસંદ કરી શકે છે.
ઉપહાર સાથે લખાતા સંદેશમાં ઉપયોગમાં લેવાતી શબ્દાવલીનો ઉપહાર આપવાના શિષ્ટાચારની જટિલતાઓ સાથે મેળ ખાવો જરૂરી છે. જાપાનીમાં આપવા ને વ્યક્ત કરવા માટે ઉપયોગમાં લેવાતી ક્રિયાઓ કેટલીક હદે આ જટિલતાઓ સાથે મેળ ખાય છે. જાપાનમાં લગભગ દરેક અવસરે ઉપહાર આપવાની પ્રથા છે. તેમાં સ્કૂલોની શરૂઆત, એન્ટ્રન્સ એક્ઝામ આપવાથી લઈને ગ્રેજ્યુએશન કરવાનો સમાવેશ થાય છે.