Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

સાન ફ્રાન્સિસ્કોથી જાપાન જઈ રહેલી યુનાઈટેડ એરલાઈન્સની ફ્લાઈટે લોસ એન્જલસમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું . સાન ફ્રાન્સિસ્કોમાં ટેકઓફ દરમિયાન પ્લેનનું ટાયર હવામાંથી નીચે પડતું જોવા મળ્યું હતું. આ પ્લેનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં ટેકઓફની થોડી જ સેકન્ડમાં ટાયર પડતા જોઈ શકાય છે. મળતી માહિતી મુજબ આ પ્લેનમાં 235 મુસાફરો અને 14 ક્રૂ મેમ્બર સવાર હતા. પ્લેનમાંથી નીકળ્યા બાદ આ ટાયર સાન ફ્રાન્સિસ્કો ઈન્ટરનેશનલના સ્ટાફ પાર્કિંગમાં પડી ગયું હતું. આ ટાયર કાર પર પડતાં કારની પાછળની બારીનો કાચ તૂટી ગયો હતો. અને પછી એક દિવાલ તોડીને થોડે દૂર જઈ પડ્યું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાના સમાચાર નથી.