JioHotstar.com ડોમેનને લઈને શરૂ થયેલા વિવાદે નવો વળાંક લીધો છે. દિલ્હીના એક અનામી એપ ડેવલપરે આ ડોમેન દુબઈમાં બે બાળકોને વેચી દીધું છે.
એપ ડેવલપરે 2023માં જ્યારે JioCinema-Hotstar મર્જરની વાટાઘાટો શરૂ થઈ હતી ત્યારે ડોમેન ખરીદ્યું હતું. ડેવલપરને લાગ્યું કે JioHotstar.com ડોમેન મર્જર પછી બનેલી કંપની માટે શ્રેષ્ઠ વિકલ્પ હશે.
આ ડોમેન પર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે અનામી એપ ડેવલપરે https://jiohotstar.com પર એક પત્ર પોસ્ટ કર્યો. પત્ર દ્વારા તેણે રિલાયન્સ પાસેથી ડોમેન આપવાના બદલામાં 1 કરોડ રૂપિયાની માંગણી કરી હતી.