Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

વૈશ્વિક સ્તરે સતત વધી રહેલા જિયો પોલિટીકલ ઇશ્યુ છતાં ઇક્વિટી માર્કેટમાં વિદેશી રોકાણકારોને ભારતીય શેરમાર્કેટ પર વધુ ભરોસો છે. આર્થિક વિસ્તરણને કોર્પોરેટ નફામાં રૂપાંતરિત કરવાની ભારતની ક્ષમતા તેને જાપાન અથવા ચીન કરતાં રોકાણકારો માટે વધુ સારું રોકાણ સ્થળ બનાવી રહી છે. બ્લૂમબર્ગના તાજેતરના માર્કેટ લાઈવ પલ્સ સર્વેમાં સમાવિષ્ટ સરેરાશ 48 ટકા અથવા લગભગ અડધા રોકાણકારોએ રોકાણના પસંદગીના સ્થળ તરીકે જાપાન અને ચીન કરતાં ભારતને પસંદ કર્યું છે. ભારતીય બજારોમાં ઊંચા મૂલ્યાંકન, ચીનના બજારોમાં ઘટાડા પછી આકર્ષક મૂલ્યાંકન અને કોર્પોરેટ સુધારામાં જાપાનની પ્રગતિ છતાં રોકાણકારો ભારત તરફ ડાયવર્ટ થઇ રહ્યાં છે. મહત્વની વાત એ છે કે રોકાણકારો લોકસભાની ચૂંટણીને લઈને ખાસ ચિંતિત નથી.

આ વર્ષે જાન્યુઆરી-માર્ચની વચ્ચે ભારતીય ઈક્વિટીમાં $25 બિલિયન એટલે કે (રૂ. 2 લાખ કરોડથી વધુ)નું ચોખ્ખું વિદેશી રોકાણ નોંધાયું છે. જ્યારે ચીનમાં માત્ર 5.3 અબજ ડોલર (સરેરાશ 44 હજાર કરોડ રૂપિયા)નું રોકાણ કરવામાં આવ્યું હતું. MSCI ઇમર્જિંગ માર્કેટ ઇન્ડેક્સમાં ભારતીય શેરોનું હવે 18% વેઇટેજ છે. ચીનનું વેઇટેજ 25% છે, જે અગાઉના 40%ના ઉચ્ચ સ્તર કરતાં ઘણું ઓછું છે.