દેશમાં કેટલાક વર્ષોથી અમીરોની સંપત્તિ તેજીથી વધી રહી છે. એનારૉક ગ્રૂપના એક રિસર્ચ અનુસાર, ઓછામાં ઓછા 8 કરોડ રૂપિયાના રોકાણને યોગ્ય સંપત્તિ વાળા અતિ ધનાઢ્યોની સંખ્યા અત્યારે 8.5 લાખથી વધુ છે. વર્ષ 2027 સુધી તે બમણી થઇને 16.5 લાખ થવાનું અનુમાન છે. રસપ્રદ છે કે તેમાંથી 20% કરોડપતિ 40થી ઓછી ઉંમરના છે.
અહેવાલ અનુસાર, 250 કરોડ રૂપિયાથી વધુ સંપત્તિ વાળા અલ્ટ્રા-હાઇ-નેટવર્થ (UHNI) ગત વર્ષના 6%થી વધીને 2024માં 13,600 થઇ ચુક્યા છે. અનુમાન અનુસાર વર્ષ 2028 સુધી આવા લોકોની સંખ્યા 50% સુધી વધી જશે, જ્યારે વૈશ્વિક સરેરાશ 30% છે. ચીનમાં UHNI દર વર્ષે માત્ર 2% વધવાનું અનુમાન છે. UHNIના મામલે ભારત સમગ્ર વિશ્વમાં છઠ્ઠા અને એશિયામાં ત્રીજા સ્થાન પર છે. એશિયામાં માત્ર ચીન અને જાપાનથી પાછળ છે. યુવા ઉદ્યોગસાહસિકો, ટેક નિષ્ણાંતો અને અનુભવી ઉદ્યોગપતિઓ આ પરિવર્તનનું મુખ્ય કારણ છે.