ક્યારેય પણ, ક્યાંય પણ બેઠા-બેઠા શોટ્સ જોવા લાગો છો કે પથારીમાં સૂતી વખતે રીલ્સ જોતાં-જોતાં સવાર થઈ જાય છે તો તે બીજું કંઈ નથી નશો છે. તમે વ્યસની થઈ ગયા છો અને આ એટલું જ ખતરનાક છે, જેટલી દારૂ કે સિગારેટની આદત. તમે તમારા ડાયટ વિશે ખોટું બોલી દો છો તો તે પણ વ્યસની હોવાની નિશાની છે.
હુક઼્ડ -વ્હાય વી આર એડિક્ટેડ એન્ડ હાઉ ટૂ બ્રેક ફ્રી પુસ્તકના લેખક મનોવિજ્ઞાની તલિથા ફોસ કહે છે- જરૂરિયાત વગર ખરીદી કરવી કે પછી કંઈ બીજું ખરીદવા ગયા પરંતુ સાથે જ અન્ય વસ્તુઓ ખરીદો છો તો તે એક પ્રકારનો નશો છે. તે કહે છે- માત્ર સિગારેટ-દારૂ પીઓ કે જુગાર રમવો જ વ્યસન નથી. વ્યસન આપણા વ્યવહારની એવી ઘણી બાબતો હોય છે, જે આપણે સામાન્ય રીતે કરીએ છીએ, પણ આપણને તેની જાણ નથી હોતી. તે કહે છે- વ્યસન ભલે જેવું કે જેનું પણ હોય, તેનું કારણ એક જ છે માનસિક સમસ્યા. આંતરિક સ્થિતિને શાંત કરવા, તેનાથી ભાગવા કે બદલવા માટે આપણે કોઈ બહારી વસ્તુઓ પર નિર્ભર રહેવા લાગીએ છીએ.