મ્યુચ્યુઅલ ફંડો દ્વારા સેબી, એમ્ફીના આદેશ મુજબ તાણ પરિક્ષણ પરિણામો-સ્ટ્રેસ ટેસ્ટ રિઝલ્ટ જાહેર થવાની સાથે સાથે બજારમાં ફરી તાણ વધતાં અને લોકસભા ચૂંટણીની તૈયારી અને નાણા વર્ષ 2023-24ના અંતની એટલે કે માર્ચ એન્ડિંગની તૈયારીઓ સામે આજે સપ્તાહના પ્રથમ દિવસે ફંડોએ ઓટો શેરોમાં મહિન્દ્રા & મહિન્દ્રા, ટાટા મોટર્સ, મારુતિ સુઝુકી, તેમજ ફ્રન્ટલાઈન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટાટા સ્ટીલ, એક્સિસ બેન્ક, લાર્સેન લિ., સન ફાર્મા, આઈસીઆઈસીઆઈ બેન્ક, જેએસડબલ્યુ સ્ટીલની આગેવાનીએ ફંડોએ ખરીદી કરતાં સેન્સેક્સ, નિફટી આરંભિક ઘટાડો પચાવી પોઝિટીવ ઝોનમાં બંધ રહ્યા હતા. ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ મેટલ, ઓટો, કોમોડિટીઝ, હેલ્થકેર, કેપિટલ ગુડ્સ, રિયલ્ટી અને એનર્જી શેરોમાં ભારે ખરીદી કરતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈ સેન્સેક્સ 104 પોઈન્ટના ઉછાળા સાથે 72748 પોઈન્ટ આસપાસ બંધ રહ્યો હતો, જયારે નિફ્ટી ફ્યુચર 0.80 પોઈન્ટના ઉછાળા સાથે 22134 પોઈન્ટ આસપાસ બંધ રહી હતી તેમજ બેન્ક નિફ્ટી ફ્યુચર 90 પોઈન્ટના ઉછાળા સાથે 46785 પોઈન્ટ આસપાસ બંધ રહી હતી. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.04% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.07% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર આઈટી, ટેક, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, એફએમસીજી, ફાઈનાન્શિયલ સર્વિસીસ અને સર્વિસીસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4056 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1932 અને વધનારની સંખ્યા 2008 રહી હતી, 116 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 4 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 24 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ટાટા સ્ટીલ 5.69%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 3.05 %, જેએસડબલ્યૂ સ્ટીલ 1.98%, ટાટા મોટર્સ 2.75% અને સન ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રીઝ 1.47% વધ્યા હતા, જ્યારે ઈન્ફોસિસ 1.99%, ટીસીએસ 1.72%, ટાઈટન કંપની 1.43%, વિપ્રો 1.25% અને હિન્દુસ્તાન યુનિલિવિર 1.20% ઘટ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે મીડકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન 0.26 લાખ કરોડ વધીને 378.79 લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 14 કંપનીઓ વધી અને 16 કંપનીઓ ઘટી હતી.